રાજકોટનાએડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતના અધિકારીઓ ઉતર્યા મેદાને કરી જૂઓ દાદાગીરી-બે નંબરી ધંધા ! જંગલેશ્વર, હુડકો, નીલકંઠ પાર્ક, માલવિયા,કોઠારિયા રોડ પર પોલીસનું પેટ્રોલિંગ - At This Time

રાજકોટનાએડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતના અધિકારીઓ ઉતર્યા મેદાને કરી જૂઓ દાદાગીરી-બે નંબરી ધંધા ! જંગલેશ્વર, હુડકો, નીલકંઠ પાર્ક, માલવિયા,કોઠારિયા રોડ પર પોલીસનું પેટ્રોલિંગ


રાજકોટ, તા.23 : રાજકોટના ગુનેગારોમાં જાણે કે પોલીસનો ડર જ જતો રહ્યો હોય તેવી રીતે છાનેખૂણે નહીં બલ્કે જાહેરમાં ગુનાઓને અંજામ આપતાં થઈ જતાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને દરેક વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરી હિસ્ટ્રિશીટરો, બેનંબરી ધંધાર્થીઓને શાનમાં સમજી જવાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ ખુદ મેદાને ઉતરી પરમ દિવસ માલવિયાનગર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યા બાદ આજે શહેરના અત્યંત સંવેદનશીલ વિસ્તાર એવા જંગલેશ્ર્વર, હુડકો સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરી કોઈપણ ચમરબંધીનો ડર નહીં રાખવા લોકોને સમજણ આપી હતી.

એડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી.જાધવ, પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતના પોલીસ સ્ટાફે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં અસામજિક કે માથાભારે લોકોથી કોઈ પ્રકારની કનડગત કે રંજાડ ન પ્રજાને ન થાય તે માટે જંગલેશ્ર્વર, હુડકો, નિલકંઠ પાર્ક, કોઠારિયા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી નાના-મોટા વેપારીઓ, સોડાની લારીવાળા, ખાણીપીણીની લારીવાળા, બુધવારી બજારમાં વેપાર કરતાં વેપારીઓને ખુદ અધિકારીઓએ પોતાના મોબાઈલ નંબર સાથેનું પેમ્પલેટ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત વિસ્તારમાં રહેતા લોકોને કોઈ પણ માથાભારે તત્ત્વ હેરાન કરતુંહોય તો આ નંબર ઉપર ગમે ત્યારે ફોન કરી શકાશે અને માહિતી આપનાર વ્યક્તિની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસે વિસ્તારમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતાં અનેક વાહનો ડિટેઈન કર્યા હતા તો હિસ્ટ્રિશીટરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિલકત વિરુદ્ધના ગુનાઓ આચરતા લોકોને પણ ચેક કરવામાં આવ્યા હતા તો લોકજાગૃતિ માટે અધિકારીઓના નામના પેમ્પલેપ્ટની વહેંચણી કરી હતી અને વરિષ્ઠ નાગરિકો સાથે સંવેદ કરી તેમને આ અભિયાનથી વાકેફ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ નાના બાળકો સાથે વાતચીત કરી તેમને પોલીસની કામગીરી અંગે વાકેફ કર્યા હતા અને પોલીસ પ્રજાની મિત્ર છે તે વાતની સમજણ આપી હતી.

ભક્તિનગર વિસ્તારમાં કોઈને પણ માથાભારે તત્ત્વોથી તકલીફ હોય તો આ નંબર ઉપર સંપર્ક કરો
- એમ.એમ.સરવૈયા-પીઆઈ (મો.નં.99099 74447)
- બી.વી.જાધવ-એસીપી (મો.નં.99784 08294)
- સજ્જનસિંહ પરમાર-ડીસીપી (મો.99784 06339)
- પોલીસ કંટ્રોલ રૂમ-100, 0281-2457777, 0281-2457681, 0281-2457682
રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon