ઘર પર કાચની બોટલના ઘા કર્યાં : પોલીસે એનસી ગુનો નોંધ્યો
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નમ્રતાબેન પ્રિતેશભાઈ ગોટેચા (ઉં.વ.33, રહે.સ્પીડવેલ પાર્ટી પ્લોટ, જીવરાજ પાર્ક શેરી નં.1 આકૃતિ એપાર્ટમેન્ટ)એ પ્રિતેશ અલ્પેશ ગોટેચા વિરુદ્ધ એન. સી. ગુનાની ફરિયાદ આપતાં જણાવેલ કે, તેઓ રૈયા રોડ સદગુરુ કોમ્પલેક્ષની પાસે અલ્કાપુરી મેઈન રોડ શેરી નં.5માં પોતાના માતાના ઘરે હતા ત્યારે આરોપીએ આવી ફરિયાદીને કહેલ કે તું દરવાજો ખોલ પછી આરોપી જતો રહેલ. બાદમાં થોડીવાર પછી પરત આવી શેરીમા આવી ખાલી સોડા બોટલના ઘા કરી, ડેલીએ તથા કાચની બારીનો કાચ તોડી નુકસાન કર્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
