સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બસની ઠોકરે પ્રૌઢનું મોત - At This Time

સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બસની ઠોકરે પ્રૌઢનું મોત


શહેરના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચાલીને જઇ રહેલા પ્રૌઢને બસે ઠોકરે ચડાવ્યા હતા. બસની ઠોકરે ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા બસચાલકની શોધખોળ શરૂ કરી હતી. શહેરની ભાગોળે આજી ડેમ નજીકના માંડાડુંગર પાસેના આંબેડકરનગરમાં રહેતા ડાયાભાઇ રાજાભાઇ લુણાસિયા (ઉ.વ.65) સોમવારે સવારે સાડા છ વાગ્યાના અરસામાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચાલીને જતા હતા ત્યારે પૂરપાટ ધસી અાવેલી કોઇ બસે પ્રૌઢને ઠોકરે લીધા હતા. બસની ઠોકરથી ડાયાભાઇ રસ્તા પર ફંગોળાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image