અમરેલી સવારથી રોષ પૂર્ણ બંધ, કલમ 144 લદાઈ - At This Time

અમરેલી સવારથી રોષ પૂર્ણ બંધ, કલમ 144 લદાઈ


ભાજપની આંતરિક લડાઈનો ભોગ બનેલી યુવતી માટે ન્યાયની લડતનો પ્રારંભ, નાની-મોટી બજારો ખૂલી જ નહીં
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના 48 કલાકના અનશન પૂર્ણ, તબિયત લથડતાં તબીબો દ્વારા ચેકઅપ કરાયું

અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ભાજપના પૂર્વ હોદેદાર મનિષ વઘાસિયાની આંતરિક લડાઈમાં નિર્દોષ પાટીદાર યુવતિનું સરઘસ કાઢી પટ્ટા વડે મારમારવાની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે.
અને કોંગેસના નેતા પરેશ ધાનાણીના આજે 48 કલાકના અનશન પૂર્ણ થયા હતા બીજી તરફ ધાનાણીએ આજે આપેલા અમરેલી બંધના એલાનને જબરૂ સમર્થન મળ્યું હતું અને સવારથી જ નાની-મોટી તમામ બજારો બંધ રહી હતી. બીજી તરફ આજે બંધના એલાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે કલમ 144 લાદી દેવામાં આવી છે અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે
પોલીસ અત્યાચારનો ભોગ બનેલી નિર્દોષ યુવતિને ન્યાય અપાવવા કોંગ્રેસે મોરચો ખોલી દીધો છે. અને પરેશ ધાનાણીએ આજે વેપારીઓને રાજકીય નહીં પરંતુ સ્વયંભૂ બંધ પાળી ન્યાયનો પડઘો પાડવા લોકોનું સમર્થન માગ્યું હતું. અને આજે અમરેલી બંધનું એલાન આપ્યું હતું. જેને લોકોએ જબરો પ્રતિસાદ આપ્યો હતો. કોંગ્રેસે નિર્દોષ યુવતિનું સરઘસ કાઢી પટ્ટા મારનાર પોલીસને સસ્પેન્ડ કરવા માટે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને સસ્પેન્ડ ન કરાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે
આ પૂર્વે 48 કલાકના અનશન દરમિયાન ધાનાણીની તબિયત લથડતા તબીબો દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને તબીબો તથા આગેવાનોના આગ્રહથી થોડુ પાણી લીધુ હતું. બનાવટી લેટરકાંડમા પાટીદાર યુવતી પર અત્યાચારના મુદે ચોવીસ કલાકના ઉપવાસ કરનાર પરેશ ધાનાણીએ આજે આ ઉપવાસ આંદોલન વધુ ચોવીસ કલાક લંબાવી આવતીકાલે અડધો દિવસ અમરેલી બંધની અપીલ કરી હતી
પરેશ ધાનાણીના ચોવીસ કલાકના ઉપવાસ ગઈ સવારે સાડા દસ વાગ્યે પુર્ણ થયા હતા. પરંતુ લડતને આગળ ધપાવતા તેમણે આ ઉપવાસ આંદોલનને વધુ ચોવીસ કલાક લંબાવવાની જાહેરાત કરી હતી. અને લડતનો વ્યાપ વધારવાની પણ ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેરમા નારી સ્વાભિમાન મંચની રચના કરવામા આવશે. અને દરેક તાલુકા મથકો પર ન્યાય માટે આંદોલન આપવામા આવશે. તેમણે ગુજરાતના સાધુ સંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને પણ લડતનુ સમર્થન કરવા અપીલ કરી હતી. આ મુદે આવતીકાલે બપોર સુધી અડધો દિવસનો બંધ પાળવા વેપારીઓને અપીલ કરી હતી.
તેમણે ગુજરાતની મહિલાઓને એવી અપીલ પણ કરી હતી તમે જયાં પણ રહેતા હો ત્યાં આજુબાજુના ઘરના દરવાજા ખટખટાવી મહિલા સ્વાભિમાન માટે રાજયની દરેક મહિલાને જાગૃત કરવા પ્રયાસ કરો. તેમણે લોકોને કોઇ આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો તેને રોકવા પણ અપીલ કરી હતી.અમરેલીમાં 144મી કલમ લાગુ કરવામાં આવીબીજી તરફ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ એટલે કે 144નુ જાહેરનામુ પ્રસિધ્ધ કરી સમગ્ર જિલ્લામા ચાર કે તેથી વધુ વ્યકિત ભેગા થવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામુ આગામી 22મી તારીખ સુધી અમલમા રહેશે.એસપીની કોલ ડિટેઇલની તપાસ થવી જોઇએપરેશ ધાનાણીએ એવી માંગ પણ ઉઠાવી હતી અમરેલી જિલ્લા પોલીસવડા ઉપરાંત રાજકીય નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અને મેસેજની વિગતો બહાર આવવી જોઇએ અને તેમની કોલ ડિટેઇલની તપાસ થવી જોઇએ.

રિપોર્ટ - અશ્વિન બાબરીયા (અમરેલી (


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.