ભાજપનો ઘા, હવે અમૂલ ડેરીની સત્તાને ડોલાવશે, પાટિલના હાથે 4 ડિરેક્ટરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો - At This Time

ભાજપનો ઘા, હવે અમૂલ ડેરીની સત્તાને ડોલાવશે, પાટિલના હાથે 4 ડિરેક્ટરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો


ડેરીના 4 ડિરેક્ટર ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ વધીને 14 સભ્યો થઈ ગયા
વર્તમાન ચેરમેન-વાઈસ ચેરમેનની સત્તા છીનવાઈ શકે છે
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી 14 ફેબ્રુઆરીએ
આજે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ચૂંટણી પહેલાં 4 ડિરેક્ટરોએ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ઘટના બાદ લોકો કહી રહ્યા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપે સહકારી ક્ષેત્રે પણ મોટો દાવ રમી નાખ્યો છે.

મધ્ય ગુજરાતના સહકારી આગેવાનો જુવાનસિંહ ચૌહાણ, ઘેલાભાઈ ઝાલા, શારદાબેન પટેલ અને સીતાબેન પરમારે ભાજપનો ખેસ પહેરી લીધો છે.

14 ફેબ્રુઆરીએ ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલાં ડેરીના 4 ડિરેક્ટર ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ વધીને 14 સભ્યો થઈ ગયા છે.
આ તરફ હવે સહકારી આગેવાનો ભાજપમાં જોડાતા અમૂલ ડેરીમાં સત્તા પરિવર્તનના પણ મોટા સંકેત જોવા મળી રહ્યા છે. તો વળી એવી પણ વાતો મળી રહી છે કે વર્તમાન ચેરમેન-વાઈસ ચેરમેનની સત્તા છીનવાઈ શકે છે.
ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી 14 ફેબ્રુઆરીએ છે.

આ પહેલા જ ભાજપે મોટો દાવ ખેલી નાખ્યો છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ મધ્ય ગુજરાતના સહકારી આગેવાનોએ કેસરિયા કરી લેતા મુદ્દો ભારે ગરમાયો છે

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.