લોકો વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે માટે 7 સ્થળે લોન મેળા યોજાયા. - At This Time

લોકો વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે માટે 7 સ્થળે લોન મેળા યોજાયા.


તા.12/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના મધ્યમ પરીવારના લોકોને પૈસાની જરૂરીયાત ઉદ્દભવે ત્યારે તેઓ વ્યાજખોરો પાસે જઈને વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ગુરૂવારે લોન મેળાના દ્વીતીય ચરણનું આયોજન કરાયુ હતુ જેમાં 7 સ્થળે લોનમેળા યોજાયા હતા ચોટીલામાં યોજાયેલા લોન મેળામાં આઈજી અને એસપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાભરમાં 6 અરજદારોની લોન મંજુર કરાઈ હતી જિલ્લામાં પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી વ્યાજના દુષણને ડામવા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે આ લોક દરબારમાં લોકોને પૈસાની જરૂરીયાત હોવાથી અને સરકારની વીવીધ યોજનાઓમાં મળતી લોન વિશે માહીતી પુરતી ન હોવાથી તેઓ વ્યાજખોરો પાસે જતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ ત્યારે રેંજ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શનથી એસપી હરેશ દુધાત દ્વારા ગત તા. 9મીએ 7 સ્થળે જિલ્લાભરમાં લોનમેળાના દ્વીતીય ચરણનું આયોજન કરાયુ હતુ જેમાં ચોટીલા પોલીસ સરકીટ હાઉસ, જિલ્લા તાલીમ કેન્દ્ર સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડી, મુળી, લખતર અને ધ્રાંગધ્રામાં લોનમેળો યોજાયો હતો. જેમાં ફેરીયા, સામાન્ય વેપારીઓ, નાગરીકો કે જેઓને પૈસાની જરૂરીયાત હોય તેઓને વીવીધ બેંકના અધીકારીઓ, પાલીકાના પીએમ સ્વનીધી યોજનાના કર્મચારીઓ લોન વિશેની માહીતી આપી હતી. ચોટીલા પોલીસ સરકીટ હાઉસ ખાતે યોજાયેલા લોનમેળામાં આઈજી અશોકકુમાર યાદવ, એસપી હરેશ દુધાત ઉપસ્થીત રહ્યા હતા. આ લોન મેળામાં 650થી વધુ અરજદારો પોતાના ડોકયુમેન્ટ સાથે હાજર રહ્યા હતા. જેમાં એક 6 અરજદારને વીવીધ બેંકો દ્વારા સ્થળ પર જ લોન મંજુર કરી દેવાઈ હતી. જિલ્લામાં યોજાયેલા લોન મેળામાં 650 વ્યકતીઓ હાજર રહ્યા હતા અને 120 વ્યકતીઓએ લોન લેવાની તૈયારી દર્શાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon