મેંદરડા ખાતે ગણેશ ઉત્સવ દરમિયાન રામામંડળ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભાજપના અગ્રણી પોલીસ બોલાવી કાર્યક્રમ બંધ કરાવવામાં આવેલ હતો આ ઘટનાથી હિન્દુ સમાજના લોકોની લાગણી દુબઈ જેથી મેંદરડા સજ્જડ બંધ પાળવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે ગણેશ ઉત્સવ દરમિયાન રામામંડળ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભાજપના અગ્રણી પોલીસ બોલાવી કાર્યક્રમ બંધ કરાવવામાં આવેલ હતો આ ઘટનાથી હિન્દુ સમાજના લોકોની લાગણી દુબઈ જેથી મેંદરડા સજ્જડ બંધ પાળવામાં આવેલ


મેંદરડા ખાતે ગણેશ ઉત્સવ દરમ્યાન માનસિક દિવ્યાંગોના લાભાર્થે રામામંડળના કાર્યક્રમને બંધ કરાવતા ભાજપના મહિલા અગ્રણી
આ બાબતે આંબેડકર ચોક ખાતે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયેલ અને જાહેર માર્ગો પર જુદા જુદા નારાઓ લગાવી રેલી સ્વરૂપે મેંદરડા મામલતદાર કચેરીએ તા.૦૮/૦૯ નારોજ લેખિતમાં આવેદનપત્ર આપી કાયદેસર કાર્યવાહીની માંગણી કરવામાં આવેલ છે
મેંદરડા ખાતે અજમેરા માર્કેટથી ઓળખાતા વિસ્તારમાં દરવર્ષે કૃષ્ણ યુવક મંડળના સભ્યો દ્વારા ગણેશ ઉત્સવનો કાર્યક્રમ નવરાત્રી કૃષ્ણ જન્મોત્સવ વગેરે હિન્દુ ધર્મના વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને એકઠી થયેલ દાન ધર્માદાની રકમ જરૂરિયાતમંદ લોકોને આપી માનવસેવા કરવામાં આવે છે આ વર્ષે પણ કૃષ્ણ યુવક મંડળ દ્વારા નવદુર્ગા ચોક ખાતે ગણપતિ ભગવાનની સ્થાપના કરી સવાર સાંજ આરતી ભજન કીર્તન કરવામાં આવતા હોય છે ત્યારે તા.૦૭/૦૯ ના રાત્રિના સમયે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા સમઢીયાળા મુકામે આવેલ માનસિક વિકલાંગોની સંસ્થાના લાભાર્થે ફાળો એકત્રિત થાય તેવા હેતુથી અને હિન્દુ સમાજના ભજન કીર્તન કરવા સમઢીયાળા ના રામામંડળ નું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે મેંદરડા તથા આસપાસના ગામોના અનેક શ્રદ્ધાળુઓ એકત્રિત થયેલ અને ભગવાનના ભજન કીર્તન નો લાભ લઈ રહેલા હતા ત્યારે રાત્રિ દરમ્યાન ચાલુ રામામંડળ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી ડોલીબેન ઉર્ફે ભાવનાબેન અજમેરા દ્વારા રાજકીય હોદ્દાનો દુરઉપયોગ કરી હિન્દુ સમાજના ધાર્મિક ગણેશ ઉત્સવના જાહેર કાર્યક્રમને બંધ કરાવી કૃષ્ણ યુવક મંડળના સભ્યો કાર્યક્રમના આયોજકો વિરુદ્ધ પોલીસમાં રજૂઆતો કરી ફરિયાદ દાખલ કરાવાની તજવીજ હાથધરવામાં આવી, રામામંડળ જેવા ધાર્મિક કાર્યક્રમને પોતાનો હોદ્દા નો દુરુપયોગ કરી પોલીસના દબાણથી જાહેર જનતાનો કાર્યક્રમ બંધ કરાવતા મેંદરડા તાલુકાના સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવેલ છે પોતાના હોદાનો દુરુપયોગ કરી જાહેર જનતા તેમજ હિન્દુ સમાજના દરેક લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડનાર કહેવાતા રાજકીય પક્ષના કાર્યકર્તા ડોલીબેન ઉર્ફે ભાવનાબેન અજમેરાના વિરુદ્ધ તા.૦૯/૦૯/૨૦૨૨ ના રોજ સવાર થી બપોર સુધી મેંદરડા શહેર સજ્જડ બંધ પાડવાની ચીમકી ઉચ્ચારેલ હતી જેનો પડઘો સમગ્ર મેંદરડા શહેરમાં પડેલ હોય આજે મેંદરડા સ્વયંભૂ સજ્જડ બંધપાડી વિરોધ દર્શાવવામાં આવેલ
ઉપરોક્ત બનાવના પગલે મેંદરડા પીએસઆઇ કે એમ મોરી નો સંપર્ક કરતા જણાવેલ હતું કે બેમાંથી કોઈપણ પક્ષે આજે બપોર સુધીમાં કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી
હવે જોવાનું રહ્યું તંત્ર દ્વારા લોકોની ધાર્મિક લાગણી દુભાય છે ત્યારે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.