વિજાપુર હાઇવે ઉપર વાહનની ટક્કરે વિસનગરના યુવકનું મોત - At This Time

વિજાપુર હાઇવે ઉપર વાહનની ટક્કરે વિસનગરના યુવકનું મોત


વિજાપુરની ગોવિંદપુરા ચોકડી નજીક સાયકલ લઈને જઈ રહેલા વિસનગરના યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજયું હતું પોલીસ મોટાભાઈની ફરિયાદ આધારે ગુનો નોંધી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે વિસનગરના ફતેહ દરવાજા પાસે આવેલા ભક્તોના વાસમાં રહેતા ઈશ્વરજી સોમાજી ડાકોરનો નાનો ભાઈ વિનુજી ઠાકોર છેલ્લા ત્રણ ચાર વર્ષ થી વિજાપુર ખાતે આવેલી રાકેશ પટેલની રાધિકા હોટલમાં નોકરી કરતો હતો અને અવારનવાર ઘેર આવતા જતો હતો
રવિવારે રાધિકા હોટલથી વિનુજી સાયકલ લઈને હિંમતનગર હાઇવે પર ગોવિંદપુરા ચોકડી તરફ જતો હતો તે સમયે અજાણ્યા વાહન ચાલકે વિનુજીની સાયકલને ટક્કર મારતાં શરીરને થયેલી ગંભીર ઈજાઓ ને પરિણામે તેનું મોત નીપજ્યું હતું પોતાના ભાઈને અકસ્માત થતો જ હોવાની જાણને પગલે ઈશ્વરજી ઠાકોર વિજાપુર સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા.જયા પોતાના ભાઈને અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલક સામે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image