શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર એવં ભવ્ય દાદાનું રાજોપચાર પૂજન
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-02-2024ને રવિવારના રોજ શણગાર આરતી સવારે 05:45 કલાકે પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર ધરાવી તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું
સાંજે 03:30 વાગ્યે શ્રી નિલકંઠ મહાદેવ મંદિરથી શોભાયાત્રા નાસીક ઢોલની સાથે વાજતે ગાજતે મંદિરમાં પહોચી હતી ત્યારબાદ શ્રી કષ્ટભંજનદેવ દાદાનું ભવ્યાતિભવ્ય રાજોપચાર પૂજન પવિત્ર બ્રાહ્મણો દ્વારા વેદોક્ત વિધિ સાથે સંતો દ્વારા કરવામાં આવ્યું હતું દાદાને ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ અને પુષ્પવર્ષા કરવામાં આવેલ,વાંસળી,સિતાર.ઢોલ,તબલા વિગેરે સંગીતમય વાદ્યોની સાથે સમગ્ર મંદિરનું વતાવરણ રમણીય બની ગયું હતું પૂજન -અર્ચન-અભિષેક બાદ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા 6:45 કલાકે રાજોપચાર પૂજનની મહાઆરતી કરવામાં આવી હતી સાથો સાથ યજમાનશ્રીને રૂડા આશીર્વાદ આપ્યા હતા. મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.દાદાના ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનોએ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.