ધંધુકા વાળંદ સમાજ તરફથી પેહલગામ હુમલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - At This Time

ધંધુકા વાળંદ સમાજ તરફથી પેહલગામ હુમલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


ધંધુકા વાળંદ સમાજ તરફથી પેહલગામ હુમલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

અવિસ્મરણીય બલિદાનને શ્રદ્ધાંજલિ

તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ – જમ્મુ અને કાશ્મીરના પેહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં ૨૭ નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુથી સમગ્ર દેશ આઘાતમાં છે. આ દુઃખદ ઘટનાને અનુસંધાને દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો, મૌન સાધનાઓ અને રામધુનનો આયોજન કરવામાં આવી રહ્યો છે.

ધંધુકાના વાળંદ સમાજ દ્વારા પણ પેહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના વતનદાર પિતા-પુત્ર, સ્વ. યશીતલભાઈ પરમાર અને સ્વ. સ્મિત પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

આજરોજ સાંજે ધંધુકા ખાતે આવેલ મોટાહનુમાન મંદિર, પુનિતનગર, ધોલેરા રોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં વાળંદ પરિવારના અનેક સભ્યો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન મૌન સાધના, રામધુન અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ધંધુકા વાળંદ સમાજે તેમના બલિદાન અને દેશભક્તિને શત શત નમન કરતાં તેમને સદા યાદ રાખવાનો સંકલ્પ લીધો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image