ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે જિલ્લાની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
આઈ.એચ.શેઠ હાઇસ્કૂલ,મોરા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ
પંચમહાલ,
ગુરૂવાર : તા.૧ લી મે,૨૦૨૫ ન રોજ ૬૫ મા ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ગુજરાત ગૌરવ દિનની રાજયકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાનાર છે. જે સંદર્ભે ગુજરાતના ભવ્ય વારસા તથા પંચમહાલ જિલ્લામાં પ્રકૃતિ,પાવાગઢ,પરિશ્રમના પ્રચાર અને પ્રસાર માટે જિલ્લાની સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જે પૈકી મોરવા હડફ તાલુકાની આઈ.એચ.શેઠ હાઇસ્કૂલ,મોરા શાળામાં જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તે પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.પટેલ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
