વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
લાકડિયા સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ
લાકડિયા સેજા માં આવતી આંગણવાડી કેન્દ્રો માંથી લાભાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા.પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા લાભાર્થી સગર્ભા માતા,ધાત્રી માતા,કિશોરીઓ તથા સાત માસથી ૩ વર્ષના બાળકોને ટેક હોમ રાશન આપવામાં આવે છે.આ ટી.એચ.આર તથા મીલેટ(શ્રીઅન્ન) માંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ,
કાર્યક્રમને દિપ પાગટ્ય કરીને શરુ કરવામા આવેલ હતો,
આ કાર્યક્રમમાં આંગણવાડી માં મળતા ટી.એચ.આર ના પેકેટ બાલશક્તિ,માતૃશક્તિ,પૂર્ણશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મિલેટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને મહિલાઓ ને ટી.એચ.આર પેકેટમાંથી મળતા પોષકતત્વો,મિલેટ ખાવાના ફાયદા,સરગવો રોજબરોજ વપરાશમાં લેવાથી થતા ફાયદા વિષે અને બજારુ વાનગીઓ પેકેટ ના ખાવા,સ્વચ્છતા જાળવવા લોકોને માહિતગાર કર્યા હતા
પૂરક પોષણ યોજના અંતર્ગત ટી.એચ.આર માંથી બનતી વિવિધ વાનગીઓ તથા પોષક તત્વો અને ટી.એચ.આર ના ઉપયોગ અને પ્રોત્સાહન મળે તેમજ વિસરતા જતા ધાન્યો શ્રીઅન્ન વિષે તેમજ સરગવાના ગુણો વિષે લોકો માં જાગ્રુતતા ફેલાય તે માટે આવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે
બહેનો દ્વારા બાલશક્તિ,માતૃશક્તિ,પુર્ણાશક્તિ તથા મીલેટસ માંથી અલગ અલગ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ રજુ કરી હતી
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
