'મેરે ભોલે કે દરબાર મેં....' ભાવિકોને શિવભક્તિમાં રસતરબોળ કરતા જિજ્ઞેશ કવિરાજ - 'શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪'ના બીજા દિવસે અનેક ભક્તિસભર પ્રસ્તુતી માણતા શહેરીજનો - ગીર સોમનાથ, તા.૦૯: મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર પરિસર પાસે ભક્તિરસ સભર 'શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪' કાર્યક્રમ યોજાયો હતો. જેના બીજા દિવસે જિજ્ઞેશ કવિરાજે ઉપસ્થિત કલાપ્રિય જનતાને વિવિધ ભજનો વડે શિવભક્તિમાં લીન કર્યા હતાં. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ મહાદેવના સાનિધ્યમાં જિજ્ઞેશ કવિરાજે 'શિવ સમાન દાતા નહીં...', 'મેરે ભોલે કે દરબાર મેં....', 'નગર મેં જોગી આયા....', 'ભગવે મેં ભગવાન છૂપા હૈ....', 'સોરઠ ધરામાં શોભતું શિવધામ....', 'જેના ભાલે ચંદ્રના તેજ તપે.....' વગેરે ભજનોની પ્રસ્તુતીથી ઉપસ્થિત સર્વેને શિવભક્તિમાં રસતરબોળ કર્યા હતાં. ઉપરાંત હેમંત જોશી અને તેમની ટીમ દ્વારા સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં દેવાધિદેવ સોમનિથ મહાદેવના ઈતિહાસને ઉજાગર કરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે, પ્રથમ દિવસે ગીતાબહેન રબારીએ સંગીતસભર ભજનોની પ્રસ્તુતિ અને હાસ્ય કલાકાર અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિએ પણ રમૂજી અંદાજથી લોકોને હાસ્યરસમાં તરબોળ કર્યા હતાં. ભક્તિસભર કાર્યક્રમ માણવા જિલ્લા કલેક્ટર શ્રી ડી.ડી.જાડેજા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી - At This Time

‘મેરે ભોલે કે દરબાર મેં….’ ભાવિકોને શિવભક્તિમાં રસતરબોળ કરતા જિજ્ઞેશ કવિરાજ ———– ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪’ના બીજા દિવસે અનેક ભક્તિસભર પ્રસ્તુતી માણતા શહેરીજનો ———– ગીર સોમનાથ, તા.૦૯: મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર પરિસર પાસે ભક્તિરસ સભર ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો હતો. જેના બીજા દિવસે જિજ્ઞેશ કવિરાજે ઉપસ્થિત કલાપ્રિય જનતાને વિવિધ ભજનો વડે શિવભક્તિમાં લીન કર્યા હતાં. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ મહાદેવના સાનિધ્યમાં જિજ્ઞેશ કવિરાજે ‘શિવ સમાન દાતા નહીં…’, ‘મેરે ભોલે કે દરબાર મેં….’, ‘નગર મેં જોગી આયા….’, ‘ભગવે મેં ભગવાન છૂપા હૈ….’, ‘સોરઠ ધરામાં શોભતું શિવધામ….’, ‘જેના ભાલે ચંદ્રના તેજ તપે…..’ વગેરે ભજનોની પ્રસ્તુતીથી ઉપસ્થિત સર્વેને શિવભક્તિમાં રસતરબોળ કર્યા હતાં. ઉપરાંત હેમંત જોશી અને તેમની ટીમ દ્વારા સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં દેવાધિદેવ સોમનિથ મહાદેવના ઈતિહાસને ઉજાગર કરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે, પ્રથમ દિવસે ગીતાબહેન રબારીએ સંગીતસભર ભજનોની પ્રસ્તુતિ અને હાસ્ય કલાકાર અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિએ પણ રમૂજી અંદાજથી લોકોને હાસ્યરસમાં તરબોળ કર્યા હતાં. ભક્તિસભર કાર્યક્રમ માણવા જિલ્લા કલેક્ટર શ્રી ડી.ડી.જાડેજા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી


'મેરે ભોલે કે દરબાર મેં....'

ભાવિકોને શિવભક્તિમાં રસતરબોળ કરતા જિજ્ઞેશ કવિરાજ
-----------
'શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪'ના બીજા દિવસે અનેક ભક્તિસભર પ્રસ્તુતી માણતા શહેરીજનો
-----------
ગીર સોમનાથ, તા.૦૯: મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર પરિસર પાસે ભક્તિરસ સભર 'શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૪' કાર્યક્રમ યોજાયો હતો. જેના બીજા દિવસે જિજ્ઞેશ કવિરાજે ઉપસ્થિત કલાપ્રિય જનતાને વિવિધ ભજનો વડે શિવભક્તિમાં લીન કર્યા હતાં.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ મહાદેવના સાનિધ્યમાં જિજ્ઞેશ કવિરાજે 'શિવ સમાન દાતા નહીં...', 'મેરે ભોલે કે દરબાર મેં....', 'નગર મેં જોગી આયા....', 'ભગવે મેં ભગવાન છૂપા હૈ....', 'સોરઠ ધરામાં શોભતું શિવધામ....', 'જેના ભાલે ચંદ્રના તેજ તપે.....' વગેરે ભજનોની પ્રસ્તુતીથી ઉપસ્થિત સર્વેને શિવભક્તિમાં રસતરબોળ કર્યા હતાં. ઉપરાંત હેમંત જોશી અને તેમની ટીમ દ્વારા સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં દેવાધિદેવ સોમનિથ મહાદેવના ઈતિહાસને ઉજાગર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છેકે, પ્રથમ દિવસે ગીતાબહેન રબારીએ સંગીતસભર ભજનોની પ્રસ્તુતિ અને હાસ્ય કલાકાર અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિએ પણ રમૂજી અંદાજથી લોકોને હાસ્યરસમાં તરબોળ કર્યા હતાં.

ભક્તિસભર કાર્યક્રમ માણવા જિલ્લા કલેક્ટર શ્રી ડી.ડી.જાડેજા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણા, સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.