૧૪ એપ્રિલે બોટાદમાં નેશનલ ફાયર સર્વીસ ડે’ની ઉજવણી;લોકોમાં ફાયર સેફ્ટી પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી રેલી યોજવામાં આવી હતી
૧૪ એપ્રિલનાં રોજ બોટાદ ફાયર સ્ટેશન ખાતે 'નેશનલ ફાયર સર્વીસ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ ફાયર સર્વીસ ડેના દિવસે ૧૪ એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈનાં વિક્ટોરિયા ડોકયાર્ડ ખાતે જહાજ દુર્ઘટનામાં શહીદ થયેલાં ફાયરના ૬૬ વીર શહીદ જવાનો તેમજ ફાયર સર્વિસીસના નામી- અનામી વીર શહીદ જવાનો કે જેઓએ લોકો તેમજ સંપત્તિના બચાવ કાર્ય દરમ્યાન દેશ માટે પોતાનાં પ્રાણની આહુતિ આપી ફાયર સર્વિસીસનું ગૌરવ વધાર્યું છે, તેવાં વીર શહીદ જવાનોને યાદ કરી, બે મિનિટનું મૌન પાળી, શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.લોકોમાં ફાયર સેફ્ટી પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી બોટાદના મુખ્ય માર્ગો પર વાહનો તેમજ સ્ટાફ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
