ખેડૂતોના ટી.સી. બદલવામાં પંદર દિવસ કરનાર વીજતંત્ર એ રાતોરાત યાર્ડમાં નવું ટી.સી.ઉભું કર્યું
ખેડૂતોના ટી.સી. બદલવામાં પંદર દિવસ કરનાર વીજતંત્ર એ રાતોરાત યાર્ડમાં નવું ટી.સી.ઉભું કર્યું.વિસાવદર પશ્ચિમ ગુજરાત વીજ કંપની તરફથી માર્કેટિંગ યાર્ડમાં જે ટીસી આવેલ હતું તે ટીસી ની જગ્યાએ મુખ્યમંત્રી માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય તેના કારણે તાત્કાલિક અસરથી નવું ટી.સી.ઉભું કરી દેવામાં આવેલ છે તેના કારણે ખેડૂતોમાં રોસ ફાટી નીકળેલ છે કારણ કે તાલુકાના ખેડૂતોના ખેતીવાડી ના ટીસી બળી જવાની અને ફરિયાદો કરવા છતાં વીજ કંપની દ્વારા ટીસી બદલવામાં 15 થી 20 દિવસ કે મહિના દિવસ સુધી ટીસી બદલવામાં આવતું નથી અને ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય તેથી તાત્કાલિક વગર મંજૂરીએ માર્કેટિંગ યાર્ડમાં ટીસી ઊભુ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળેલ છે અને આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત થનાર હોવાનું જાણવા મળેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
