જસદણના રત્ન કલાકાર યુવાનનું પુર્વ પ્રેમિકાના પતિ સહિત બે લોકોએ અપહરણ કરી માર માર્યો
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના રત્ન કલાકાર યુવાનનું પૂર્વ પ્રેમીકાના પતિ સહિત બે એ અપહરણ કરી વાડીમાં લઇ જઇ ઢોરમાર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ત વિગત મુજબ જસદણ ગંગા ભૂવનમાં રહેતા રત્ન કલાકાર દિનેશભાઇ ચોથાભાઇ મકવાણાએ આરોપી મનીષ ઉર્ફ મુન્નો બારૈયા રે. ભડલી તા.વિંછીયા તથા એક અજાણ્યા શખ્સ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ (૧) ની પત્ની સાથે અગાઉ તેઓ ખાનપર ગામે સાસરે હતી ત્યારે પ્રેમ સબંધ હતો જેથી આરોપી નં (૧) પત્ની ઘરેથી નીકળી ગયેલ હોઇ જેથી ફરીયાદી પાસે આવેલ હોઇ તેવી શંકા કરી ફરીયાદી કારખાને કામ ઉપર હોઇ ત્યારે આરોપીઓ ફરીયાદીના કારખાના પાસે આવી ફરીયાદીને બહાર બોલાવી ફરીયાદીને તેઓના ઘરે લઇ જઇ ઘરે ચેક કરતા આરોપી નં (૧) ની પત્ની મળી ના આવતા આરોપીઓએ ફરીયાદીને સાવરણી તથા ઢીકાપાટુ વડે માર મારી મુંઢ ઇજા કરી ફરીયાદીને તેઓના ઘરેથી ઢસડીને બળજબરીથી બુલેટ મો.સા.માં બેસાડી અપહરણ કરી લઇ જઇ અવાવારુ જગ્યાએ ખોડીયાર મંદીરે લઇ જઇ પ્લા.ની નળી તથા લાકડાની છાલ વડે માર મારી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી આરોપી નં (૧) નાઓ બુલેટ પાછળ બેસાડી ભડલી ગામે એક વાડીએ લઇ જઇ મારમાર્યો હતો. આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ઉકત બંને સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.આઇ. ટી.બી.જાની ચલાવી રહયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
