ગિરનારની દ્વિઅંગી વનસ્પતિ પર સંશોધન કરનાર ભાગ્યશ્રી ડાંગરને અમેરીકા સ્થિત IDIA WILD સંસ્થા તરફથી મળી ૯૦૦ ડોલરની સાધન સહાય - At This Time

ગિરનારની દ્વિઅંગી વનસ્પતિ પર સંશોધન કરનાર ભાગ્યશ્રી ડાંગરને અમેરીકા સ્થિત IDIA WILD સંસ્થા તરફથી મળી ૯૦૦ ડોલરની સાધન સહાય


ગિરનારની દ્વિઅંગી વનસ્પતિ પર સંશોધન કરનાર ભાગ્યશ્રી ડાંગરને અમેરીકા સ્થિત IDIA WILD સંસ્થા તરફથી મળી ૯૦૦ ડોલરની સાધન સહાય
IDIA WILD સંસ્થા તરફથી સંશોધનકાર્યમાં ઉપયોગી સાધનોની સહાયથી શોધસ્કોલર્સ સુશ્રી ભાગ્યશ્રી ડાંગરને દ્વિઅંગી વનસ્પતિઓ પરના સંશોધનકાર્યમાં ઉપયોગી બની રહેશે- પ્રો.(ડો.) અતુલ બાપોદરા કૂલપત જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના CWCS ખાતે જીવન વિજ્ઞાન વિભાગમાં પી.એચડી. સ્કોલર અને જુનિયર રિસર્ચ આસિસ્ટન્ટ સુશ્રી ભાગ્યશ્રી ડાંગરને IDEA WILD તરફથી ૯૦૦ ડોલર રકમની સાધન સહાય મળી છે.જેમાં લેપટોપ, અંડર વોટર કેમેરા અને GPS સહિતના સાધન પૂરા પાડવામાં આવેલા છે. આવા સાધનો મળવાથી ભાગ્યશ્રી ડાંગરને બ્રાયોફાઇટ્સ પરના તેમના સંશોધનમાં નોંધપાત્ર લાભદાયી બની રહેશે. આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કંઝર્વેશન સ્ટડીઝમાં જુનિયર રિચર્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને લાઈફ સાયન્સ ભવનમાં ડો.રાજેશ રવિયાના માર્ગદર્શન હેઠળ વનસ્પતિ શાસ્ત્રમાં પી.એચડી.કરી રહેલ ભાગ્યશ્રી ડાંગર વિશ્વના બ્રાયોફાઇટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપમાં ગુજરાતની પ્રથમ તથા ભારતભરમાથી સૌથી યુવા વૈજ્ઞાનિક છે.તેણીને તાજેતરમાં અમેરીકા સ્થિત IDIA WILD સંસ્થા તરફથી ૯૦૦ ડોલરની રકમનાં તેમનાં સંશોધનકાર્યમાં ઉપયોગી સાધનોની સહાય કરવામાં આવી છે. જેનાથી કુ.ભાગ્યશ્રી ડાંગરને ગિરનારના જંગલમાં થતી બ્રાયોફાઈટ એટલે કે દ્વિઅંગી વનસ્પતિઓ પરના સંશોધનકાર્યમાં ઉપયોગી બની રહેશે.અમેરીકાની સંસ્થાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની. શોધસ્કોલર્સનાં શોધકાર્યની નોંધ લઇને તેણીને તેમનાં શોધકાર્યમાં ઉપયોગી કેમેરા, લેપટોપ જેવા સાધનો ફાળવવા મેળવેલ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના અધ્યાપક અને ભાગ્યશ્રીનાં શોધકાર્યનાં માર્ગદર્શક ડો. રાજેશ રવિયાએ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે કુ.ભાગ્યશ્રી ડાંગરના સંશોધનથી વિશ્વકક્ષાએ યુનિવર્સિટીને ગૌરવ પ્રાપ્ત થયું છે.તથા યુનિવર્સિટી ખાતે શરૂ થયેલ નવીન વાઇલ્ડ લાઇફ રીચર્સ સેન્ટર ખાતે ચાલતા સંશોધનને વેગ મળશે. ભાગ્યશ્રીએ કે દ્વિઅંગી વનસ્પતિઓ પરના સંશોધન પ્રદાન બદલ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (ઈંઞઈગ) દ્વારા વિશ્વની બ્રાયોફાઈટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપમાં સમાવેશ થયો છે.
અમેરીકી આઈડીયા વાઈલ્ડ તરફથી મળેલ સાધન સહાયની ખુશી વ્યક્ત કરતા ભાગ્યશ્રી ડાંગરે કહ્યુ કે ગિરનારનાં વન્યજીવ પરત્વે મારા શોધકાર્યની નોંધ વિદેશની ધરતી પર લેવાઇ તેની મને ખુશી છે. મને જે મારા શોધકાર્યમાં ઉપયોગી સાધનો મળ્યા છે તેના થકી હું વધુ સારૂ કાર્ય કરવા સક્ષમ બનીશ, ભાગ્યશ્રીએ વાતની વિગત આપતા જણાવ્યુ હતુ કે ગિર અને ગીરનારનાં વનપ્રદેશ તો પ્રકૃતિની પાઠશાળા છે. ગિરનાર વનપ્રદેશ માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વનસ્પતિની વિવિધ જાતો અને ઐાષધાલયની માંગ પુરી કરે તેવી અનેક વનસ્પતિ-વૃક્ષ, છોડ, વેલા અને તૃણ સાથે અનેક પશુ-પક્ષીઓ-સરીસૃપો સંગાથે જ્ઞાનવર્ધન કરી રહ્યો છે. લોકો વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ છે, ગિરનારના જંગલમાં ૬૫૦ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. જેમાંની મોટાભાગની વનસ્પતિ લોકજીવનની જરૂરતો સંતોષે તેવી હોય છે. સાથે જ ગીરનારના જંગલમાં 300 જાતના પક્ષીઓ નિવાસ કરે છે. પક્ષીઓ સાથે ૫૬ પ્રકારના સરિસૃપો અને ઉભયજીવીઓ એટલે કે જે પાણી અને જમીન બન્ને પર રહી શકે તે પણ ગિરનારના જંગલમાં પ્રાપ્ય છે. ગિરનારનું જંગલ કુલ ૧૮૨ ચો.કિમી.માં પથરાયેલું છે. આ વિસ્તારમાં ઘણાખરા અજાયબી જેવા જીવો પણ જોવા મળતા રહે છે. આમ જોઈએ તો કુદરતે જે પણ ઇકો સિસ્ટમ નિર્માણ કરી છે તેને ચેડાં કરવાને બદલે તે આપણાં માટે અતિ ઉપયોગી છે આ સત્યને સ્વીકારીને પ્રકૃતિ સાથે આત્મીયતા પૂર્વકનું જીવન વ્યતીત કરવું જોઈએ. મારા શોધકાર્યમાં મને પ્રોત્સાહીત કરનાર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. કુલપતિ પ્રો.(ડો.) બાપોદરા સાહેબ, મારા માર્ગદર્શક ડો. રાજેશ રવિયા, સહિત વનવિભાગ અને મારા સહયોગી સાથીઓ સાથે મને અમેરીકા સ્થિત આઇડીયા વાઈલ્ફ સ;સ્થા પરત્વે હું ઋણાનુભાવ વ્યક્ત કરૂ છું

રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image