જસદણમાં નવા બનેલ રોડ ઉપર ચાલવાની ના પાડતા પારસભાઇ રાઠોડ ઉપર છરીથી હુમલો
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં નવા બનેલ રોડ ઉપર ચાલવાની ના પાડનાર યુવાન ઉપર પિતરાઇ ભાઇ સહિત બે શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. મળતી વિગતો મુજબ જસદણ પોલીસ મથક પાસે આવેલ મફતીયાપરામાં રહેતા પારસભાઇ હરેશભાઇ રાઠોડ (ઉ.વ. ર૩) ગઇકાલે પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં જ રહેતા તેના કાકાના પુત્ર તુષાર ઉર્ફે બુધ્ધો રમેશભાઇ રાઠોડ અને તેના મિત્ર રવિ ઉર્ફે ઢીંબણ જગાભાઇ ડાભી રે. બાખલવડ રોડ જસદણ એ છરીથી હુમલો કરતા પારસભાઇને ઇજા થતા સારવાર અર્થે જસદણ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયેલ હતા. ઇજાગ્રસ્ત પારસભાઇ રાઠોડએ શેરીમાં નવો આર.સી.સી.નો રોડ બનેલ હોય અને આ રોડ ઉપર પિતરાઇ ભાઇ તુષાર તથા તેના બનેવીને ચાલવાની ના પાડતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે પારસભાઇએ પિતરાઇ ભાઇ તથા તેના મિત્ર સામે ફરીયાદ કરતા જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.