રાજુલા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન દવે અને જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવીનાબેન બારૈયાની બિનહરીફ વરણી - At This Time

રાજુલા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન દવે અને જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવીનાબેન બારૈયાની બિનહરીફ વરણી


રાજુલા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન દવે અને જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવીનાબેન બારૈયાની બિનહરીફ વરણી

રાજુલા જાફરાબાદ વિપક્ષ વિહોણી નગરપાલિકામાં ભાજપનો સંપૂર્ણ કબજો

રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી માટેની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ માટે પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય હતી અને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી રાજુલા નગરપાલિકા પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઈ દવેની વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘની વરણી કરવામાં આવી કારોબારી ચેરમેન તરીકે હેમલ વસોયાની વરણી કરવામાં આવતા ભાજપ કાર્યકરો નગરપાલિકામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જ્યોતિબેન મયુરભાઈ દવે અગાવ ગઈ ટ્રમમાં માત્ર એક બીજેપીના સદસ્ય ચૂંટાય આવ્યા હતા અને 27 બેઠક કોંગ્રેસની આવી હતી અને માત્ર એક ભાજપની આવી હતી તે જ્યોતિબેન મયુરભાઈ દવેની ભાજપ દ્વારા આ વખતે પ્રમુખ તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારૈયાની વરણી કરાય ઉપપ્રમુખ તરીકે નિરવભાઈ ઠાકરની વરણી કારોબારી ચેરમેન તરીકે કનેયાલાલ સોલંકીની વરણી કરવામાં આવી હતી બીજી તરફ જાફરાબાદમાં કોળી સમાજ ખારવા સમાજ બ્રાહ્મણ સમાજનો સમાવેશ હોદેદારોમાં કરવામાં આવ્યો હતો જાફરાબાદ કોળી સમાજ પટેલ અને સ્વ.કરણભાઈ બારૈયાના પુત્ર પ્રફુલભાઈ બારૈયાના પત્ની રવીનાબેન ની વરણી કરવામાં આવી છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image