લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા લાઠી પ્રીમિયર લીગ એલપીએલ-૩ યોજાય - At This Time

લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા લાઠી પ્રીમિયર લીગ એલપીએલ-૩ યોજાય


લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા લાઠી પ્રીમિયર લીગ એલપીએલ-૩ નું સુરત બે દિવસીય આયોજન કરાયું અને તે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પરિપૂર્ણ થઈ હતી.આ ટુર્નામેન્ટના આયોજનનો હેતું લાઠીના તમામ પરિવારો અને નવયુવાનોને ક્રિકેટ ટુનાર્મેન્ટમાં આનંદ અને મનોરંજન માણવા તેમજ આ ક્રિકેટ ટુનાર્મેન્ટના માધ્યમથી નવી યુવા પેઢી એકબીજાના પરિચયમાં આવશે અને ભવિષ્યમાં ધંધા માટે પણ એકબીજા સાથે કામ કરી શકશે ઓળખાણ વધશે, આપણા વડીલો એક બીજ ને વષૉ થી ઓળખે  છે તે ઓળખાણ તાજી રાખીએ. એકમંચ પર લાવીને એકતા મજબૂત કરવા તેમજ સૌના સાથ સહકાર થકી સામાજિક, આર્થિક, વ્યવહારિક,પ્રસંગો વધુ સરળ અને સુચારુ રુપે થઈ શકે અને સંઘ શક્તિ વિકસે એ હતો.આ ટુર્નામેન્ટમાં સુરત મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્ય જનકભાઈ તળાવીયા લાઠી બાબરા, દામનગર શ્રી મનજીભાઈ ધોળકિયા ભવાની જેમ્સ ઘનશ્યામભાઈ શંકર શિવમ જવેલ્સ કમિટી મેમ્બર  વિજયભાઇ ભુપતભાઈ દેસાઈ  હિતેશભાઈ વાવડીયા આર. કે. ધોળકિયા, શ્રી જીગ્નેશભાઈ લાઠીયા,અને વલ્લભભાઈ રીબડીયા બી.યુ. શંકર સહિત સામાજિક આગેવાનો ગામજનો ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image