ભેંસાણના બરવાળા ના ચકચારી લૂંટ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો:યુવાધારાશાસ્ત્રી કમલેશ જોશીની દલીલો
ભેંસાણના બરવાળા ના ચકચારી લૂંટ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો:યુવાધારાશાસ્ત્રી કમલેશ જોશીની દલીલોવિસાવદર ની સેસન્સ કોર્ટમાં ચાલતા ભેસાણ તાલુકાના બરવાળા ગામના ચકચારી લૂંટ કેસમાં વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેસ જોશીની ધારદાર દલીલો ધ્યાને લઇ તમામ આરોપીઓને વિસાવદર સેસન્સ કોર્ટ નિર્દોષ છોડી મુકવા આદેશ કરેલો છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે,બરવાળા ગામના રમેશભાઈ જીવકુભાઈ વાણિયા વિગેરે ૬ વ્યક્તિ સામે લૂંટની ફરિયાદ ભેસાણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી જે ફરિયાદના કામમાં આરોપીઓ સામે સજ્જડ પુરાવા મળતા તપાસ કરનાર અધિકારી એ આરોપીઓ સામે વિસાવદર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું અને આ કામમાં પ્રોસિક્યુશન તરફે ૨૩ સાહેદો તપાસવામાં આવેલા અને ૨૩ જેટલા દસ્તાવેજો રજૂ કરી કેસ પુરવાર કરવા ધારદાર દલીલો કરવામાં આવેલ હતી આ કામમાં બચાવ તરફે વિસાવદરના ધારાશાસ્ત્રી કમલેસ જોશી દ્વારા ધારદાર દલીલો કરી પ્રોસિક્યુશન ના વિટનેશોની કરવામાં આવેલી ઉલટતપાસ તથા પંચોની જુબાની તથા તપાસ કરનાર અધિકારીની જુબાની માં આવતા વિરોધાભાસ તથા કાયદાકીય જોગવાઈઓ સબધે દલીલ કરતા વિસાવદરના સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળીએ આ દલીલો ધ્યાને લઇ તમામ આરોપીઓ ને નિર્દોષ ઠરાવી છોડી મુકવા આદેશ કરેલો છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
