બોટાદની શ્રી આદર્શ બી.સી.એ કૉલેજ ના વિધાર્થી દ્રારા KMK 3.O અંતર્ગત એથ્લેટીક્સ રમતમાં (હાઈજમ્પ) ઇવેન્ટમાં અદભુત દેખાવ કરી બીજો ક્રમ પ્રાપ્ત કરેલ
(અજય ચૌહાણ)
બોટાદ જિલ્લા KMK 3.O તાલુકા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા અંતર્ગત હાઈઝંપ ઇવેન્ટ લાઠીદડ ખાતે યોજવામા આવેલ. જેમાં શ્રી આદર્શ બી.સી. એ કૉલેજ બોટાદ ખાતેનો વિધાર્થી નામે પરમાર કુલદીપભાઈ (પ્રથમ વર્ષ) એથ્લેટીક્સ રમતમાં હાઈજંપ ઇવેન્ટમાં અદભુત દેખાવ કરી બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે તે બદલ વિદ્યાર્થીને તેમજ ડાભી વિપુલભાઈને તેમજ બી.સી. ઍ કોલેજના સમગ્ર સ્ટાફને શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ વતી શાળાના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ વિભાગનાં આચાર્ય દ્રારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. આગામી સ્પર્ધાઓમાં વધુ સારું પ્રદર્શન કરો અને શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલનું નામ રોશન કરો તેવા આશિષ સહ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.