હિમાચલના મંડીમાં ભૂસ્ખલન, એક જ પરિવારના 7 લોકો દટાયા - At This Time

હિમાચલના મંડીમાં ભૂસ્ખલન, એક જ પરિવારના 7 લોકો દટાયા


સુંદરનગર, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારહિમાચલ પ્રદેશ ભારે વરસાદને કારણે મંડીમાં ભૂસ્ખલન થયું હતું. સાથે જ હિમાચલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સબ ડિવિઝન ગોહરના ગ્રામ પંચાયત કાશનના જડોન ગામમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પંચાયત પ્રધાન ખેમ સિંહના ઘરે ભૂસ્ખલનથી ઘર સહિત પરિવારના 7 લોકો કાટમાળ નીચે દટાયા હતા.- તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં મળતી માહિતી મુજબ ખેમ સિંહના 2 માળના મકાનમાં પરિવારના તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. આ દરમિયાન મોડી રાત્રે ડુંગર ધરાશાયી થતાં એક જ પરિવારના 7 લોકો દટાયા હતા. મળતી માહિતી મુજબ, કશાન પંચાયતના વડા ખેમ સિંહના પાકાં મકાન પર ઘરની પાછળથી કાટમાળ પડ્યો હતો અને જેમાં પરિવારના સભ્યો દટાઈ ગયા હતા. - લોકો બચાવવાનો કરી રહ્યા છે પ્રયાસ ગામ સહિત આજુબાજુના ગામોના લોકો જાણ થતાં પહોંચી ગયા હતા અને પરિવારના સભ્યોને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. રેસ્ક્યુ ટીમ હજુ સુધી પહોંચી નથી. તે જ સમયે, સબ ડિવિઝનમાં ડઝનેક સ્થળોએ ભારે ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ગોહર પ્રશાસનના એક અધિકારી પણ માર્ગ અવરોધના કારણે અટવાયા છે. જાહેર બાંધકામ વિભાગના જેસીબી મશીન દ્વારા રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.- રેસ્ક્યૂ ટીમને પહોંચવામાં મુશ્કેલી પડી SDM ગોહર રમણ શર્માએ જણાવ્યું હતું કે, રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ સવારે 4:00 વાગ્યાથી ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી પરંતુ રસ્તો બંધ હોવાને કારણે ઘટના સ્થળે પહોંચવું મુશ્કેલ છે. ઘટનામાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ કારણે મંડી પ્રશાસને આજે શાળાઓ બંધ રાખી છે. તે જ સમયે, હિમાચલમાં 25 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.