ઢેબર રોડ પર કારની ઠોકરે બુલેટસવાર યુવકનું મોત
આઠ દિવસ પહેલાં જ લગ્નના બંધને બંધાયો હતો અકસ્માત બાદ નાસી જનાર કારચાલકની શોધખોળ
શહેરમાં ઢેબર રોડ પર અટિકા અને માલવિયા ફાટક વચ્ચે પૂરપાટ કારે ઠોકરે લેતા બુલેટસવાર યુવકનું મોત નીપજ્યું હતું. મૂળ લોધિકાના પાળ ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવકના 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. અકસ્માત બાદ કારચાલક નાસી જતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધવા અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
