અમદાવાદ: ટાસ એસોસિયેશન અમદાવાદ એન્ડ સુરત દ્વારા સ્વર્ગસ્થ ડો.મૌમિતા દેવનાથની આત્માને શાંતિ અર્પિત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.
કોલકાતામાં મહિલા તાલીમાર્થી ડો. મૌમિતા દેવનાથ પર બળાત્કાર અને ત્યારબાદ ઘાતકી હત્યાના સંદર્ભમાં તાસ એસોસિએશન અમદાવાદ અને સુરત દ્વારા 22/08/2024 ના રોજ સાંજે 7 વાગ્યે ઇસ્કોન કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજિત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વ.ડો.મૌમિતા દેવનાથની આત્માની શાંતિ માટે મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળ્યું હતું.
આ શ્રધ્ધાંજલિ અર્પિત કાર્યક્રમ દરમિયાન ટાસ એસોસિયેશન નાં પ્રેસિડેન્ટ પ્રવિણભાઈ રાજપુરોહિત, ચેરમેન લોકેશભાઈ લાલવાણી સહિત કાપડ બજારના તમામ વેપારીઓ અને દલાલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ પછી TASS એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ રાજપુરોહિત અને ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ આ ઘટના સંદર્ભે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી જણાવ્યું હતું કે સ્વ.ડો.મૌમિતા દેવનાથના તમામ આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.વધુમાં જણાવતા ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આવા જઘન્ય ગુનાઓ ફરી ન બને, તે માટે આવા આરોપીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.