*વડોદરા શહેર, છાણી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડીના ગુન્હાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ગુન્હાનો મુદ્દામાલ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

*વડોદરા શહેર, છાણી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડીના ગુન્હાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ગુન્હાનો મુદ્દામાલ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૧૯/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં.તે દરમિયાન *બાતમી મળેલ કે,* ગ્રે કલરની આગળ-પાછળ નંબર પ્લેટ વગરની હોન્ડા અમેજ કારમાં એક પુરુષ બેઠેલ છે. જે કાર તેણે કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ કાર સાથે હાજર મળી આવેલ. તેની પાસે કાર અંગે આધાર પુરાવા હોય તો રજુ કરવા કહેતાં તેણે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ કાર તે કયાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં કાર શક પડતી મિલ્કત તરીકે કબજે કરવામાં આવેલ.

આ ઇસમને ઉપરોકત કાર અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, આ પકડાયેલ કાર આજથી ચારેક દિવસ પહેલા તેના ચારેક વર્ષથી કોન્ટેકટમાં રહેલ ધવલ રસીકભાઇ સાવલીયા રહે.ગોંડલ જી.રાજકોટવાળાએ આપેલ હોવાનું અને તે કાર પોતે વાપરતો હોવાનું જણાવેલ.જેથી આ અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે સોનગઢ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.જે અંગે વડોદરા શહેર, છાણી પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલ છે.

*પકડાયેલ માણસઃ-*
હરેશ નરશીભાઇ બારોટ ઉ.વ.૩૨ રહે.આહીર સમાજની વાડી પાસે, પેટ્રોલ પંપની પાછળ, દેવળીયા રોડ, રંઘોળા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ-મકાન નં.૨૨, રાજ રેસીડન્સી-૦૨, મોરબી રોડ, સેટેલાઇટ ચોક, રાજકોટ શહેર

*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-*
ગ્રે કલરની હોન્ડા કંપનીની રજી.નંબર પ્લેટ વગરની એન્જીન નંબર-L12B47510586વાળી કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ

*ગુન્હોઃ-*
વડોદરા શહેર છાણી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૦૮૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૪૦૬ મુજબ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફનાં બાવકુદાન કુંચાલા, હરિચંદ્રસિંહ દિલુભા, રાજેન્દ્દ મનાતર, પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image