શેખપર ગામે વાર્ષિક સ્મૃતિ દિન નિમિત્તે બુદ્ધ વંદના કાર્યક્રમ યોજાય ગયો - At This Time

શેખપર ગામે વાર્ષિક સ્મૃતિ દિન નિમિત્તે બુદ્ધ વંદના કાર્યક્રમ યોજાય ગયો


શેખપર ગામે વાર્ષિક સ્મૃતિ દિન નિમિત્તે બુદ્ધ વંદના કાર્યક્રમ યોજાય ગયો

તા.૧૭/૦૩/૨૦૨૪ના રોજ સવારે ૧૦.કલાકે મુકેશભાઈ મૌર્ય ના નિવાસ્થાને ગામ. શેખપર.આંબેડકર સોસાયટી.૨.તા.મુળી.જી.સુરેન્દ્રનગર ખાતે કાલકૃત.રાકેશભાઈ મુકેશભાઈ મૌર્ય ની વાર્ષિક સ્મૃતિ દિન(પુણ્યતિથિ)નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા.જીલ્લા શાખા બોટાદનાં ઉપક્રમે બુદ્ધ વંદના.ધમ્મ પ્રવચન કાર્યક્રમ રાખેલ જેમા સૌપ્રથમ વંદના.ત્રીશરણ.પંચશીલ. બુદ્ધ વંદના બોધિરાજ બૌદ્ધ દ્વારા આપવામા આવેલ ત્યારબાદ વિષય.દુ:ખ છે તો દુ:ખ નુ કારણ છે. ભગવાન બુદ્ધે બતાવેલ ચાર અરિય સત્ય અને અરિય અષ્ટાંગિક માર્ગ અને કર્મના સિદ્ધાંત વિશે બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ જીલ્લા અધ્યક્ષ બોટાદ.ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા ધમ્મ પ્રવચન આપવામાં આવેલ હંસાબેન મુકેશભાઈ મૌર્ય પરિવાર દ્વારા અંધશ્રધ્ધા કુરિવાજો અને પરંપરાને જાકારો આપીને પોતાના દિકરાની વાર્ષિક સ્મૃતિ દિન નિમિત્તે પુષ્પાજંલિ કાર્યક્રમ સાથે બુદ્ધ વંદના.ધમ્મ પ્રવચનનું આયોજન કરીને લોક જાગૃતિનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ તેમજ ઉનાળા ની ગરમીમા લોકોને પીવાનું પાણી ઠંડુ મળે એના માટે સોલંકી પરિવારના આલાદાદાના મંદિરે ઠંડા પાણીનું કુલર મુકવામાં આવેલ કાર્યક્રમનું સુંદર સંચાલન વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમા સગાં સબંધી ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.