કોમર્સ કોલેજ મોડાસામાં યુનિવર્સિટી કક્ષાની ત્રીદિવસીય શિબિરનું ઉદ્ઘાટન યોજાયું - At This Time

કોમર્સ કોલેજ મોડાસામાં યુનિવર્સિટી કક્ષાની ત્રીદિવસીય શિબિરનું ઉદ્ઘાટન યોજાયું


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ.એસ. શાહ કૉલેજ ઓફ કોમર્સના યજમાનપદે હે. ઉ.ગુ.યુનિ. સંલગ્ન એન.એસ.એસ. વિભાગ પ્રાયોજિત ત્રિદિવસીય પયૉવરણ જાળવણી શિબિર તા.01/02/24 થી તા.03/02/24 દરમ્યાન યોજાઈ રહી છે. આ શિબિરમાં યુનિ. સંલગ્ન વિવિઘ કોલેજોના 70 વિધાર્થીઓ જોડાયા છે. ત્રણ દિવસ વિવિધ તજજ્ઞો દ્વારા પર્યાવરણ જાળવણી વિશે વ્યાખ્યાન આપવામાં આવશે. શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુનિ. કારોબારી સભ્ય તથા લૉ વિદ્યાશાખાના ડીન ડૉ. અશોક શ્રોફ, કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.એમ.કે.પટેલ, યુનિ. એન.એસ.એસ. સલાહકાર સમિતિના સભ્ય ડૉ.ગોપાલ વણકર હાજર રહ્યા હતા અને શિબિરાર્થીઓને શિબિર દરમ્યાન મેળવેલ જ્ઞાન અને તાલીમનો ઉપયોગ કરી પયૉવરણ જાગૃતિ માટે સતત કાર્ય કરવા અપીલ કરી હતી. મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી તથા ઉપપ્રમુખ શ્રી સુભાષભાઇ શાહે શિબિરની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. શિબિર સંચાલક તરીકેની જવાબદારી ડૉ. ઇલાબેન સગર તથા પ્રા. અમિત વસાવા સંભાળી રહ્યાં છે.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.