સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ તા.૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા મળશે
તા.૨૨ : બોટાદ ખાતે નવનિર્મિત વિકસતી જાતિ કલ્યાણ ખાતું(ગુ.રા)ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ શરૂ છે. આ છાત્રાલયમાં ધો. ૧૧ અને ૧૨ તેમજ કોલેજ કક્ષાનાં ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સા.શૈ.પ.વ. / આ.પ.વ.ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે.
આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા.૩૧ ઓગસ્ટ સુધીમાં બોટાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી વીંગ-એ, બીજો માળ પાસેથી અરજી ફોર્મ મેળવી સાધનીક પુરાવા સાથે જિલ્લા કચેરીને ઓફલાઇન અરજી જમા કરાવાની રહેશે તેમ બોટાદના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી વિકસતી જાતિની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.