લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહી કરી ઠગાઈ કરનારા બાકોર મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ - At This Time

લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહી કરી ઠગાઈ કરનારા બાકોર મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ


મહીંસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બાકોર તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખોટી સહી અને‌ ઠગાઈને લઇને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમમાં ગુન્હો દાખલ કરવામા આવ્યો હતો લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા આરોપી દીનેશભાઇ અંબાલાલ પટેલ રહે.સાતતલાવ તા લુણાવાડા જી.મહીસાગર નાઓ ખાનપુર તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ ગત તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ તાલુકા વિકાસ અધિકારી લુણાવાડાના નામનો ખોટો ઓથોરીટી લેટર બનાવી જેમાં તાલુકા વિકાસ અધિકારી લુણાવાડાની સહી પણ પોતે કરી સરકારી મુદ્દણાલય અને લેખન સામગ્રી રાજકોટ ખાતે થી મહેસુલી રોજમેળ મેળવી પોતે તાલુકા પંચાયત ખાનપુર ખાતે તાલુકા પંચાયત અધિકારી તરીકે ફરજ બજાવતા હોય અને તે વખતે મેડીકલ રજા ઉપર હોવા છતાં આ કામના આરોપી દિનેશભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત લુણાવાડા ના નામે ઓથોરેટી લેટર ખોટો બનાવી જે આધારે રોજમેળની બુકો નંગ,૫૦૦ તથા શિક્ષણ ઉપકર ૨૦૦ નંગ ઠગાઇ કરી હતી, આ મામલે પોલીસ ફરિયાદ થતા આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.