શહેરમાં સુવિધા અસુવિધા જાણવા સિટિઝન પરસેપ્શન માટે ‘અપીલ’ કરતી મહાપાલિકા
કેન્દ્ર સરકારના અર્બન આઉટકમ મિશન અંતર્ગત સિટિઝન પરસેપ્શન સરવેનું આયોજન કરાયું છે. જેમાં નાગરિકો પાસેથી મળેલા અભિપ્રાયનો ઉપયોગ શહેરના વિકાસ માટે કરાશે. ખાસ કરીને શહેરની સુવિધા અને અસુવિધાની વિગતો મેળવીને આગામી પરિયોજના માટે તાગ મેળવી શકશે. આ સરવેમાં કેટલાક પ્રશ્નો હોય છે અને તેના જવાબ આપવાના હોય છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ સરવેમાં ભાગ લેવા માટે શહેરીજનોને અપીલ કરીને પોતાનું કામ પૂરું કર્યું છે પણ હકીકતે કચેરીમાં જ ધક્કા ખાતા લોકો પાસે રિવ્યૂ લેવાય તો શહેરની સાચી સ્થિતિ ખબર પડે તેમ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.