રાજકોટ સહિત 8 શહેરમાં તાપમાન ઊંચકાયું

રાજકોટ સહિત 8 શહેરમાં તાપમાન ઊંચકાયું


પવનની ઝડપ પણ ઘટી, સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન પણ ઊંચકાયું : કેશોદ અને અમરેલીમાં 8.4 ડિગ્રીએ પારો પહોંચ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 3-4 દિવસ સુધી કાતિલ ઠંડી રહ્યા બાદ બુધવારે તાપમાનનો પારો ઊંચકાયો હતો. અને કાતિલ ઠંડી થોડી ઠંડી પડી હતી. કેશોદ અને અમરેલીમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુતમની સાથે મહત્તમ તાપમાન પણ ઊંચકાયું હતું અને પવનની ઝડપ ઘટી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે આઠ દિવસ સુધી ડબલ ડિજિટમાં તાપમાન રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »