At the time દ્રારા પ્રકાશિત થયેલ અહેવાલની અસર 18 ડિસેમ્બરે At the time દ્રારા અહેવાલ પ્રકાશિત થયો હતો. - At This Time

At the time દ્રારા પ્રકાશિત થયેલ અહેવાલની અસર 18 ડિસેમ્બરે At the time દ્રારા અહેવાલ પ્રકાશિત થયો હતો.


રિપોર્ટ:- નિમેષ‌ સોની,ડભોઈ

ખાણ ખનીજ વિભાગના
અધિકારીઓ એક્શનમ મોડમાં

૧૮ - મી ડિસેમ્બરે At the time દ્રારા અહેવાલ પ્રકાશિત થયો હતો કે, ડભોઈ તાલુકાનાં અને સંખેડા તાલુકાનાં ઓરસંગ નદીનાં કિનારે આવેલા ગામોનાં પટમાંથી ભૂમાફિયાઓ દ્રારા બિન અધિકૃત રીતે મોટાપાયે રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિઓ જોરશોરથી બેફામ રીતે ચાલી રહી છે. જેથી છેલ્લા બે દિવસથી આ ભૂમાફિયા સામે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્રારા ઉંડાણપૂર્વક તપાસ અને કડક કાર્યવાહી આરંભી દીધી હતી. જેને પગલે આ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો.

ઓરસંગ નદીના પટમાં કરણેટ અને રતનપુર પાસે ખાણ ખનીજ વિભાગનો સપાટો ડભોઇ તાલુકાના કરણેટ પાસેથી પસાર થતી અસરો નદીના પટ્ટમાં ખાણખનીજ વિભાગના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં આજરોજ ભારે સપાટો બોલાવી રતનપુર પાસેના નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ઉલેચી રહેલાં લાખો રૂપિયાનાં સાધનોને કબ્જે કરી કડક કાર્યવાહી કરી હતી. જેથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી અને માટીનું ખનન ચાલતું હતું જેને લઈને ટૂંકા સમય પહેલા જ કરણેટ નદીના પટના ગામનાં લોકોએ આ ભૂમાફિયાઓ સામે વિરોધ પ્રદર્શન કરી નારાઓ પણ લગાવ્યા હતા. પરંતુ આવા ભૂમાફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ At the time 18 ડિસેમ્બરના અહેવાલને લઈને રેતી ખનન વિભાગના અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવીને કડક કાર્યવાહી આરંભી દીધી હતી અને છેલ્લા બે દિવસથી આ બિન અધિકૃત રીતે ખનન કરતાં વાહનો કબજે કરવાની કામગીરી આરંભી હતી.
આજરોજ છોટાઉદેપુર ભૂસ્તર શાસ્ત્રી એન.એ.પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ રતનપુર પાસેથી પસાર થતી અસરો નદીના પટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું. સંખેડા તાલુકાના રતનપુર ગામ પાસેથી ઓરસંગ નદીમાંથી પસાર થાય છે અને એ ઓરસંગ નદીના પટમાં 20 હેક્ટરની રક્ષા માટે ખાણ ખનીજ ખાતું તત્પર બન્યું હતું અને રતનપુર ગામ પાસેથી રેતી ખનન કરતું એક ટ્રક અને મશીન (હિટાચી ) ઝડપી રેતી ખનન કરતું ઝડપી પાડયું હતું. ખાણ ખનીજ ખાતા દ્વારા આજે આકસ્મિત રેડ પાડી હતી, જે લીજ વિસ્તારની બહાર ચાલી રહેલાં રેતી ખનન કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ખાણ ખનીજ વિભાગના કર્મચારી યોગેશભાઈ સૌજાણી સાથે At the time
ના પ્રતિનિધિએ ટેલીફોનીક વાત કરતા તેઓ જણાવ્યું હતું કે, તેઓની ટીમ દ્વારા સચિનભાઈ પટેલ અને સંજયભાઈ તથા અન્ય કર્મચારીઓ સાથેની ટીમ દ્વારા આ રેડ કરીને એક રેતી ભરવાનું હિટાચી મશીન અને એક ટ્રક ઝડપી પાડી હતી અને મશીન અને ટ્રકને સીઝ કરી ગોલા ગામડી ખાતેની ચેકપોસ્ટ નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યાં છે. એક મશીન અને ટ્રક જેની કિંમત આશરે 40 લાખ ઉપરાંતની રકમ નોંધવામાં આવી હતી. ખાણખનીજ વિભાગની આ કડક કાર્યવાહીની સ્થાનિક ગ્રામજનોએ પ્રશંસા કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.