ભાજપ વિરૂદ્ધ મતદાન કરી કોંગ્રેસને પાંચ લાખ મતોથી જીતાડવા માટેના શપથ લેવામાં આવ્યા. - At This Time

ભાજપ વિરૂદ્ધ મતદાન કરી કોંગ્રેસને પાંચ લાખ મતોથી જીતાડવા માટેના શપથ લેવામાં આવ્યા.


લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોઈક જગ્યાએ ભાજપને આવકાર મળે છે તો કોઈ જગ્યાએ જાકારો જોવા મળે છે. મતદારો પોતાનો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે ભાજપ માટે કોઈ જગ્યાએ પલડું ભારે તો કોઈક જગ્યાએ પલ્લું નીચું જોવા મળી રહ્યું છે. આવા જ એક સમાચાર જિલ્લાના બાયડ તાલુકામાંથી ભાજપ માટે ચિંતા નો વિષય બની રહે છે. આજરોજ બાયડ તાલુકા સંકલન સમિતિ દ્વારા બાયડ તાલુકાના આમોદરા ગામે આવેલ ખોડિયાર મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં આમોદરા ગ્રામ પંચાયતમાં આવતા તમામ પેટા પરા ગામના યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. મિટિંગમાં યુવાનો તથા વડીલો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા છે. ગામના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરી કોંગ્રેસને પાંચ લાખ મતોની લીડ થી જીતાડીશું તેવા ગ્રામજનોએ શપથ લીધા છે.

જીતેન્દ્ર ભાટીયા 942918079
મોડાસા,અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.