11 કિલો ગાંજાના જથ્થા સાથે મહીસાગર એસ.ઓ.જી પોલીસે આરોપીને ઝડપી પાડી 1લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો - At This Time

11 કિલો ગાંજાના જથ્થા સાથે મહીસાગર એસ.ઓ.જી પોલીસે આરોપીને ઝડપી પાડી 1લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો


મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને આજે ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.એસ.ઓ.જી ની ટીમ જિલ્લામાં ટીમ બનાવી તપાસમાં હતી તે દરમિયાન પી.આઈ.ને બાતમી મળતા બાતમી વાળા સ્થળે રેડ કરતા લુણાવાડા તાલુકાના ચોરી ગામેથી સૂકો ગાંજો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે એસ.ઓ.જી એ આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી તાપસ હાથ ધરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરાફેરી તેમજ વેચાણને અટકાવવા જિલ્લા પોલસીને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા એસ.ઓ.જી શાખાના પી.આઈ. એ.બી.અસારી દ્વારા પીએસઆઇ વી. ડી.ખાંટ તેમજ સ્ટાફના માણસોની અલગ અલગ ટિમો બનાવી જિલ્લામાં સતત તાપસ કરવામાં આવી રહી છે.

એસ.ઓ.જી ટીમની તાપસ દરમિયાન પી.આઈ. એ.બી.અસારીને બાતમી મળી હતી કે, લુણાવાડા તાલુકાના ચોરી ગામનો રહેવાસી દિલીપસિંહ ઉર્ફે લાલો નરાયણભાઈ પરમાર પોતાના ઘરે સુકો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે.તેવી બાતમી મળતા SOG પીએસઆઇ પોલીસ સ્ટાફ સાથે દિલીપ ઉર્ફે લાલા ના ઘરમાં રેડ કરી હતી જે દરમિયાન પીલીસને 11.830 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેની કુલ કિંમત રૂપિયા 1,18,300 થાય છે.તમામ મુદ્દામાલ સાથે આરોપી દિલીપસિંહ ઉર્ફે લાલો નરાયણભાઈ પરમારને ઝડપી પાડી કોઠંબા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image