ઉના તાલુકાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

ઉના તાલુકાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


દેલવાડા મુકામે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
આયોજન કરવામાં આવ્યું...

લોકેશન:- ઉના ગીર સોમનાથ

........ટીકર.....

દેલવાડા મુકામે શ્રી નેત્ર નિદાન કેમ્પ...

કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી..

110 દર્દીથી નું નિદાન ફ્રી કરાયું...

દર્દીઓને તપાસીને ચશ્મા તેમજ આંખના ટીપાનુ ફ્રી વિતરણ..

22 જેટલા દર્દીઓને રાજકોટ મોતિયાનું ફ્રી ઓપરેશન માટે લઈ જવાયા..

સ્ટોરી..
કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા- ઉના દ્વારા અને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી દેલવાડા ગામમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં 110 લાભાર્થીઓ એ લાભ લીધો .જેમા દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને આખ ના ટીપાં અને ચશ્માં નું વિતરણ પણ કરાયું હતું તેમજ આર્થિક નબળી સ્થિતિ ના દર્દી ને નિઃશુલ્ક ઓપરેશન ની પણ સુવિધા અપાઈ હતી .

ઉના તાલુકાના દેલવાડા ગામે આ નેત્ર નિદાન કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આંખના મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોય તેવા દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે દેલવાડા થી વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા. કેમ્પમાં 110 દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી 22 જેટલા મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ માં નિઃશુલ્ક લઈ જવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં રાજકોટના ડોક્ટરો દ્વારા ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધ લોકોની પણ આંખોની તપાસ કરવામાં આવી હતી દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ટ્રસ્ટના પ્રમુખ એચ .આઈ. કુબાવત દ્વારા એવું જણાવવામાં આવેલ હતું કે આવનારા સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ કરવામાં આવશે.તેમજ ગીર જંગલ બોર્ડર ના ગામો માં પણ લોકો ના આરોગ્ય લક્ષી સર્વ રોગ નિદાન કેમ્પ કરવા માં આવસે. ત્યારે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા તે કહેવત ને સાર્થક કરી બતાવી.


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.