ગોંડલ ચોક ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજ પર ચાલકે કાબુ ગુમાવતા અચાનક ક્રેન નીચે પડી, કોઈ જાનહાનિ નહીં
રાજકોટ શહેરમાં મોટી દુર્ઘટના સ્હેજમાં અટકી છે. ટ્રાફિકથી ધમધમતા એવા ગોંડલ ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોય ત્યાં અચાનક ઉપરથી મોટી ક્રેન નીચે પડી હતી જો કે સદનસીબે નીચે કોઈ વાહન ન હતું તેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે અને બાજુમાં રહેલ એક ઇકો કારમાં નુકસાન થવા પામ્યું છે અને કોઈ જાનહાની થવા પામી નથી. ઉલ્લેખનીય છે કે સવારના સમયે આ દુર્ઘટના બની હોવાનું અને ક્રેન ચાલકે કાબુ ગુમાવતા ક્રેન નીચે પડી હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રેનને ઉઠાવી રસ્તા પરથી ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.