માળીયા હાટીના ભારતીય કિસાન સંઘ તેમજ માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા વિવિધ પ્રશ્નોના મુદ્દા સાથે આવેદન પત્ર આપ્યું
માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા માટે વિવિધ પ્રશ્નોને લઈ આગેવાનો દ્વારા માળીયા હાટીના મામલતદાર ને આપ્યું આવેદન પત્ર
માળીયા હાટીના પંથકમાં કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માટે માળીયા હાટીના ભારતીય કિસાન સંધ તેમજ માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા આવેદન પત્રમાં ગુજરાત સરકારના મંત્રી, જૂનાગઢ જીલ્લા કલેકટર, માળીયા હાટીના મામલતદાર ને સંબોધન કરી આવેદન પત્ર આપી રજૂઆત કરાય છે.
માળીયા હાટીના પંથક સૌથી વધુ ખેડૂતો વસવાટ કરે છે વરસાદના કારણે તેમાં પણ ભારે નુકસાન થયું છે. જેથી હાલ ખેડૂતોની હાલત લથળી છે. જેથી માળીયા હાટીના તાલુકા પંથકમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાની અંગે યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ સાથે માળીયા હાટીના મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
માળીયા હાટીના તાલુકા પંથકમાં તાજેતર માં કમોસી વરસાદ પડતાં
(૧) શિયાળું ખેતી પાક, બાગાયત પાક આંબા, નાળિયેરી ના બગીચામાં નુકસાન વળતર ચૂકવવા બાબત
(૨) ખેડૂતો ખેતમજૂર ને સર્પદંશ , વીંછી વિગેરે ડંશ થાય તો તેમની સારવાર આયુષ્માન કાર્ડ મા સમાવેશ કરવો
(૩) માળીયા હાટીના નો સૌથી મોટો તાલુકાના ૬૮ ગામનો હોવાથી જેમાં અંદાજીત ૨૦ જેટલા તલાટી મંત્રી કામ કરતા હોવાથી માળીયા હાટીના તાલુકાની પ્રજા પરેશાન હોવાથી તાત્કાલિક ખૂટી જગ્યા માં તલાટી મંત્રીની તાત્કાલિક નિમણુંક કરવા માટે કરી રજુઆત
(4) ખેતી ની જમીન મા વારસાય આંબા મા રેવન્યુ તલાટી તથા તલાટી કમ મંત્રી સહી કરતા નથી જેવા વિવિધ પ્રશ્નને લઈ
ખેડૂત, ખેત મજુરના હિતમા માળીયા હાટીના ભારતીય કિસાન સંધ તેમજ માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા માળીયા હાટીના મામલતદાર. બી.ટી. સવસાણીને આવેદન પત્ર પાઠવ્યું
આ આવેદન પત્ર માં ઉપસ્થિત માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભલોડીયા, ભારતીય કિસાન સંધ પ્રમુખ જે.કે.કાગડા, કિસાન આગેવાન ડી.કે.સીસોદીયા, દોલુભાઈ સીસોદીયા, ઠારણ ભાઈ સિંધવ સહિત માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચો , સહિત ખેડૂત આગેવાનો, અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.