નેપાળના દિવ્યાંગ વયોવૃદ્ધ માતા પિતાનો એક વર્ષ થી ગુમ પુત્ર ભીમલાલ પાંડેનું મિલન કરાવ્યું.
નેપાળના દિવ્યાંગ વયોવૃદ્ધ માતા પિતાનો એક વર્ષ થી ગુમ પુત્ર ભીમલાલ પાંડેનું મિલન કરાવ્યું.
છેલ્લા 1 વર્ષ થી પરિવારના નિર્વાહ હેતુ નેપાળ થી ભારત માં આવેલ ભિમલાલ પાંડે લઘર વઘર ભટકતો ભટકતો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના દેવકાપડી ગામ આવી ગયેલ જાગૃત યુવાનોને નજરે પડતા માનવતા ગ્રુપ ભાભર નો સંપર્ક કરેલ,માનવતા ગ્રુપ ભાભર દ્વારા પોલીસ સ્ટેશન ભાભર,અપનાઘર આશ્રમ અને શ્રદ્ધા ફાઉન્ડેશન ના સહયોગથી પરિવાર સાથે મિલન કરાવ્યું,
બનાસકાંઠા જિલ્લાના સરહદી જિલ્લા માં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતું માનવતા ગ્રૂપ ભાભર સરહદી વિસ્તારમાં જોવા મળતા નિ:સહાય , લાવારિસ લોકો ની હમેશાં મદદ કરતું હોય છે અને પરિવાર ની ભાળ મળે તો ભારત નો કોઈ પણ રાજ્યોનો હોય તો ઘર સુધી પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવતું હોય છે,
બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા ભાભર તાલુકાના દેવકાપડી ગામની નજીક થી પસાર થતો લઘર વઘર યુવાન નજરે પડતા જાગૃત યુવાનોએ માનવતા ગ્રુપ ભાભર નો સંપર્ક કરેલ.માનવતા ગ્રુપ ભાભર ટીમ દ્વારા ભાભર લાવી યુવાનની પૂછપરછ કરતાં નેપાળ નો હોવાનુ જાણવા મળતા , વધુ સારવાર અને પરીવાર મિલન હેતુ અપના ઘર આશ્રમ ઉમતા ખાતે મોકલી આપવામાં આવેલ છે, ભિમલાલ પાંડે નેપાળના અર્ગખાંચે જિલ્લાના અર્ગતોષ તાલુકાના માદલચોર ગામનો હોવાનુ માલુમ પડતા શ્રદ્ધા ફાઉન્ડેશન મુંબઈ ના સહયોગ થી નેપાળ મોકલી આપવામાં આવેલ, પરીવાર સાથે વાત ચિત્તમાં જાણવા મળે કે ઘર ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી નેપાળથી એક વર્ષ પૂર્વે ઘરમાં વયોવૃદ્ધ દિવ્યાંગ માતા પિતા ના નિર્વાહ માટે ભારત આવેલ , પરંતુ પરીવાર ઘણા સમયથી કોઈ સમ્પર્ક થતો ન હતો ,શોધવા માટે ઘણી મહેનત પણ કરી હતી,આમ અચાનક ભાળ મળતા પરિવારમાં ખૂશીનો માહોલ સવાઈ ગયો હતો,
પરિવાર સાથે મિલન કરવામાં માનવતા ગ્રુપ ભાભર, પોલીસ સ્ટેશન ભાભર,અપના ઘર આશ્રમ ઉમતા અને શ્રદ્ધા ફાઉન્ડેશન મુંબઈ ટીમ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.