પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ પુખરાજ ડુંગરારામ રાણા નામનો આરોપીને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી.
(અસરફ જાંગડ)
જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે પ્રોહીબીશનના ગુન્હાઓ માં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને બોટાદ એલ.સી.બી દ્વારા વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ પુખરાજ ડુંગરારામ રાણા રહે.ભાટાલા ખરવા, તા.સિણધરી, થાણા પાયલા, જી.બાલોતરા વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા મજકુર પુખરાજ ડુંગરારામ રાણા રહે ભાટાલા ખરવા, તા.સિણધરી, થાણા - પાયલા, જી.બાલોતરા વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.