આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું.
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત , સી.એચ.સી. મેડીકલ ઓફિસર ડોક્ટર ફોરમબેન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ આધોઈ - પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ડો . રોશન બલાત અનેડૉ ફોરમ પ્રજાપતિ,સી.એમ.ટી.સી. ના ન્યુટ્રીશન આસિસ્ટન્ટ રક્ષાબેન મજેઠીયા, એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. કાજલબેન નીલકંઠ, સ્ટાફ નર્સ જાગૃતીબેન તેમજ માધ્યમિક શાળાના સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.
જેમાં વિદ્યાર્થીઓને ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી.આયર્ન (ફેરસ ફ્યુમરેટ, ફેરસ ગ્લુકોનેટ, ફેરસ સલ્ફેટ) નો ઉપયોગ એનિમિયા (લાલ રક્ત કોશિકાઓની સામાન્ય સંખ્યા કરતા ઓછી) ની સારવાર અથવા અટકાવવા માટે થાય છે જ્યારે ખોરાકમાંથી આયર્નની માત્રા પૂરતી ન હોય. આયર્ન એ એક ખનિજ છે જે આહાર પૂરક તરીકે ઉપલબ્ધ છે.... અને ગોળી નું વિતરણ કરવામાં આવ્યું હતું અને લીલા પાંદડા વાળા શાકભાજી તેમજ સીઝન મુજબના ફળો ખાવા અંગે સમજણ આપવામાં આવી તેમજ વર્ષમાં બે વખત કૃમિનાશક ગોળી લેવાથી થતા ફાયદા વિશે માહિતી આપી સાથે સાથે બહારના જંક ફૂડ નખાવા અંગે સમજાવેલ. તેમજ સીએમટીસી સેન્ટર ની મુલાકાત દરમિયાન આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી , ડીલેવરી રૂમ ની મુલાકાત દરમિયાન ડોક્ટર ફોરમબેન તેમજ સ્ટાફનર્સ જાગૃતીબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી, તેમજ લેબોરેટરી રૂમની મુલાકાત કરવામાં આવી તેમજ લેબોરેટરી ટેક્નિશિયન દ્વારા લેબોરેટરીમાં કરવામાં આવતા રિપોર્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત કિશોર કિશોરી મૈત્રી સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે મુલાકાત કરવામાં આવી તેમજ સેવાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી ત્યારબાદ ફાર્મસીસ રૂમમાં મુલાકાત કરવામાં આવી જેમાં જયેશભાઈ મકવાણા દ્વારા વિગતવાર વિસ્તૃત માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો . આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.