ધંધુકા ખાતે અને ધોલેરા તાલુકાના ગાંફ ગામે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિ ની દબદબાભેર ઉજવણી કરાઈ - At This Time

ધંધુકા ખાતે અને ધોલેરા તાલુકાના ગાંફ ગામે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિ ની દબદબાભેર ઉજવણી કરાઈ


અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે અને ધોલેરા તાલુકાના ગાંફ ગામે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિ ની દબદબાભેર ઉજવણી કરાઈ

અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર સેવા સંસ્થાન ધ્વારા આંબેડકર ચોક ખાતે તથા ધોલેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી ધ્વારા ગાંફ ગામે ભારત રત્ન ડો.બાબાસાહેબ ભીમરાવજી આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધંધુકા આંબેડકર ચોક ખાતે ધંધુકા ડો.બાબાસાહેબ ભીમરાવજી આંબેડકર સેવા સંસ્થાન ના આલજીભાઈ સોનારા એ પ્રાસંગીક પ્રવચન કર્યું હતુ.કાર્યક્રમ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ઉપરાંત ભા.જ.પ સંગઠન તાલુકા પ્રમુખ યુવરાજસિંહ ગોહીલ ધંધુકા શહેર પ્રમુખ નેહલભાઈ તથા ધંધુકા નગરપાલીકાના પ્રમુખ પારૂલબેન આદેશરા તથા સુધરાઈના સભ્યો,નગર સેવક પ્રતિનિધિ અમિત રાણપુરા તથા ભા.જ.પ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપરાંત કોગ્રેસના પૂર્વ ધારસભ્ય રાજેશ ગોહીલ તથા કોગ્રેસ સંગઠનના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપરાંત ધંધુકા નગરપાલીકા કોગ્રેસ ના નગર સેવકો બુખારીબાપુ તથા અન્ય સભ્યો તથા કોગ્રેસના દુશ્યતભાઈ ઉપાધ્યાય તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. ધંધુકા નગરપાલીકા અપક્ષ નગરસેવક ભદુભાઈ અગ્રાવત તથા પૂર્વ સુધરાઈ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા ઉપરાંત કાર્યકરો ધંધુકા શહેરના આગેવાનો નાગરીકો ઉપરાંત ધંધુકા હોમગાર્ડ યુનીટ તથા ધંધુકા પી આઈ રમેશભાઈ ગોજીયા સહીત વિશાળ સંખ્યામાં ધંધુકા આંબેડકર ચોક ખાતે ડો.આંબેડકરના ટેચ્યુને ફૂલહાર અને પુષ્પાંજલી કાર્યક્રમમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ધોલેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી ધ્વારા તાલુકાના ગાંફ ગામે ડો.બાબાસાહેબ ની ૧૩૪ મી જન્મ જયંતિ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ડો.આંબેડકરના ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યો હતો. આ તકે આગેવાનો એ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.કાર્યક્રમ પ્રસંગે અમદાવાદ જીલ્લા પંચાયત પક્ષ નેતા ના પ્રતિનિધિ અનિલભાઈ વેગડ ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાજેશભાઈ વસાણી,મહામંત્રી મનહરસિંહ ચુડાસમા તથા દિવ્યરાજસિંહ પરમાર, ધોલેરા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ ચાવડા,પૂર્વ ભા.જ.પ ઉપપ્રમુખ ઝટુભા ઝાલા (ગોરાસુ), તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રભાતસંગભાઈ ધરજીભાઈ, અમદાવાદ જીલ્લા બક્ષીપંચ કારોબારી સભ્ય હસમુખભાઈ રામામંદી,અનુસુચિત મોરચા પ્રમુખ પ્રકાશભાઈ દુલેરા,ઉપપ્રમુખ શંભુભાઈ સોલંકી, ભઈલાલભાઈ ડાભી,તથા હર્ષદીપસિંહ ચુડાસમા (પી.ડી) મંડલ પ્રતિનિધિ વિષ્ણુભાઈ ચુડાસમા તથા ગાંફના યુવાન સરપંચ હિતેશભાઈ (હરજીભાઈ પરમાર) ઉપરાંત ધોલેરા તાલુકાના અને ગાંફ ગામના આગેવાનો ની વિશાળ સંખ્યામાં સફળતા પૂર્વક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image