બોટાદમાં ભાદર કઠીયા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા વિનામૂલ્ય ચાલતા શિફા ટ્યુશન કલાસીશ દ્વારા વિધાર્થિઓ માટે વડોદરા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક પ્રવાસ કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
શાળાના પ્રવાસ વિશે તો સાંભળ્યું હશે પણ બોટાદમાં કોઈ પણ ફી લીધા વગર ચાલતા શિફા ટ્યુશન અને પ્રખર સંચાલક ટીમ દ્વારા સુંદર આયોજન સાથે દિખાતે પ્રવાસ કરવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે આનંદ અને ઉત્સાહ સાથે મનોરંજન વાતાવરણ પૂરું પાડવા હેતુથી પ્રવાસ કરવામાં આવ્યો હતો. શિફા ટ્યુશન દર વર્ષે ને વર્ષે સારું પરિણામ બોર્ડની પરીક્ષામાં મેળવતું હોય છે, ત્યારે અભ્યાસની સાથે અન્ય પ્રવુતિ પણ મહત્વનો ભાગ ભજવે છે, તેમ જોતા ભાદર કઠીયા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા ચાલતી આ વિનામુલ્યે કલાશીસ સંચાલક અને સ્ટાફની ખૂબ મહેનત સાથે પરિણામ પ્રાપ્ત કરી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.