બરવાળા ગામમાં સરકારી જમીનમાં થયેલ અન-અધિકૃત દબાણ દૂર કરવાં કલેક્ટરએ આપ્યો આદેશ
બરવાળા ગામમાં સરકારી જમીનમાં થયેલ અન-અધિકૃત દબાણ દૂર કરાયાં : અંદાજે રૂ.૫.૬૨ લાખથી વધુ કિંતમના આશરે ૨૨૫૦ ચો.મી.જમીન ઉપર દબાણ મુક્ત કરાયું
બોટાદ જિલ્લા ક્લેક્ટરએ બરવાળા ગામમાં સરકારી જમીન/ગૌચર જમીનની જાળવણી કરવા તથા તેના ઉપર થતુ અન-અધિકૃત દબાણ અટકાવવા તેમજ થયેલ દબાણ દૂર કરવા અંગેની સુચના આપી હતી જે અન્વયે બરવાળા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બરવાળા ગામમાં અન-અધિકૃત રીતે કરેલ દબાણ દૂર કરવા દરમિયાન સરકારી જમીન પરના બિનખેતી વિષયક આશરે ૨૨૫૦ ચો.મી. જેટલી જમીન, જેની અંદાજીત કિંમત રૂ. ૫,૬૨,૫૦૦/-ની છે તેવી જમીન ઉપરના દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં આ કાર્યવાહી દરમિયાન મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, બરવાળા, કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ.ના કર્મીઓએ સંકલનમાં રહીને કામગીરી કરી હતી. તેમ, બરવાળા મામલતદારની અખબારી યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.