પડધરી તાલુકાના ફતેપર ગામના સરપંચ વર્ષાબેન ના પતિ મનસુખભાઈ અરજણભાઈ ગજેરા પર ખુની હુમલો - At This Time

પડધરી તાલુકાના ફતેપર ગામના સરપંચ વર્ષાબેન ના પતિ મનસુખભાઈ અરજણભાઈ ગજેરા પર ખુની હુમલો


પડધરી તાલુકાના ફતેપર ગામના સરપંચ વર્ષાબેન ના પતિ પર ખુની હુમલો. પડધરી તાલુકાના ફતેપર ગામના સરપંચ વર્ષાબેન ના પતિ મનસુખભાઈ અરજણભાઈ ગજેરા પર જુના પ્રશ્નોને લઈ તથા ચુંટણી ને લઈ વાદવિવાદ કરતા ફતેપર ગામના વતની રાજેશભાઈ લવજીભાઈ ગજેરા તથા મયુરભાઈ શૈલેષભાઈ ગજેરા તથા જયશ્રીબેન રાજેશભાઈ ગજેરા તેમજ અન્ય ત્રણ વ્યક્તિ દ્વારા ફતેપર ગામના રામજી મંદિર ચોકમાં મનસુખભાઈ પર આ શખ્સો દ્વારા ખુની હુમલો કરવામાં આવ્યો હતો. મનસુખભાઈ ને માથાના ભાગમાં ઈજા થતાં તાત્કાલિક પડધરી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ હાથના ભાગમાં વધુ ઈજા થઈ હોવાથી પડધરી સરકારી હોસ્પિટલમાંથી ઓર્થોપેડિક સર્જન અને તપાસ માટે બતાવવા માટે મનસુખભાઈ ને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. દૂધ મંડળીના સભ્ય બાબતે બોલાચાલી થઈ અને આ બોલા ચાલી ઘાતક હુમલામાં પરિવર્તન થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં વાત જાણવા મળેલ હતું. આગળની કાર્યવાહી પડધરી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.