ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિશે જાણીએ
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાંની એક છે યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ. આજે આપણે આ યોજનાની માહિતી મેળવીશું..
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના -
યોજનાનો ઉદ્દેશ / હેતુ -
ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે.
પાત્રતાના ધોરણો -
પતિ, પત્ની અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઈ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઈ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા ખેડૂત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.
યોજના અંતર્ગત મળતી સહાય -
ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના (ડી. બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચૂકવવામાં આવશે.
અરજીની પ્રક્રિયા -
· ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલા સર્વિસ પ્રોવાઇડર મારફત (https://www.digitalgujarat.gov.in/) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવવી.
· સર્વિસ પ્રોવાઇડર જેવા કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનીયોર (વી.સી.ઈ.), દૂધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઇ સરકારી અથવા સહકારી સંસ્થા વ્યક્તિ મારફત અરજી કરાવવી.
· આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજીયાતપણે આપવાની રહેશે.
· જમીન ધારક ખેડૂત કુટુંબ પૈકી લેન્ડ રેકોર્ડ પર નામ ધરાવતા વ્યક્તિ જો ગામમાં ન હોય અથવા ગામમાં રહેતા ન હોય તો તેમના વતી ખેડૂત કુટુંબ પૈકીના અન્ય પુખ્ત વ્યક્તિ એકરારનામું રજૂ કરી શકશે.
અમલીકરણ કરતી કચેથી સંપર્ક અધિકારી -
અરજીઓને ગ્રામસભામાં મંજૂરી મળેથી સહાયપાત્ર ગણાશે
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા -
ખેડૂતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતો.આ યોજના અંગે વધુ વિગતો માટે સબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવો.
દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.