પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના કર્મયોગીઓએ નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કર્યા - At This Time

પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના કર્મયોગીઓએ નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કર્યા


રાજકોટ તા. ૧૨ ઓગસ્ટ - દેશભરના યુવાનોમાં નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા "નશા મુક્ત ભારત અભિયાન" ચલાવાઈ રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકો સુધી પહોંચવાનો અને વિવિધ માદક દ્રવ્યોથી થતાં નુકશાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
જેના અનુસંધાને પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોષીપુરાના માર્ગદર્શન હેઠળ સહાયક માહિતી નિયામક સર્વશ્રી રાધિકાબેન વ્યાસ, શ્રી પ્રિયંકાબેન પરમાર, શ્રી પારુલબેન આડેસરા તથા સૌ કર્મચારીઓએ નશા મુક્તિના શપથ ગ્રહણ કર્યા હતા. આ અભિયાન અન્વયે શૈક્ષિણક સંસ્થાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાં "નશા મુક્ત ભારત અભિયાન" શિર્ષક હેઠળ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.