આજે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શીલ ખાતે ટીબી માટે માર્ગદર્શન જાગૃતિ કેમ્પ યોજાયો - At This Time

આજે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શીલ ખાતે ટીબી માટે માર્ગદર્શન જાગૃતિ કેમ્પ યોજાયો


આજરોજ તા.30/6/2022 રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી ડો. વ્યાસ સાહેબ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડાભી સાહેબ ના માર્ગદર્શન મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ શીલ ખાતે ટીબીના દર્દીઓ ના નિદાન સંપૂર્ણ સારવાર તેમજ દર્દીઓને પોષણ સ્તર જળવાઈ રહે તે હેતુથી સાથે લોકોમાં જાગૃતિ માટે કેમ્પ યોજવામાં આવ્યો જેમાં માંગરોળ તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા તેમજ ગ્રામજનોએ હાજરી આપી શીલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા ટીબી ના તમામ દર્દીઓને મેડિકલ ઓફિસર ડો.પાવતી વાલા દ્વારા સારવાર તેમજ પરેજી વિશેની માહિતી આપી અને દાતાશ્રી દાનાભાઈ ખાંભલા તરફથી તમામ ટીબીના દર્દીઓને પોષણ સ્તર જળવાઈ તે માટે અનાજ કઠોળ કીટનું વિતરણ કરવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડોક્ટર પાવતી વાલા તેમજ ચાવડા સાહેબ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સફળ બનાવવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રશીલ ના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને શીલ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દર્દીઓ માટે તમામ પ્રકારની સુવિધા જોઈ કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની પ્રશંસા કરી તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા એ આભાર માન્યો હતો

સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.