પ્રોરીયલ પ્રોડક્શન્સ કોર્પોરેશન દ્વારા પ્રોડ્યુસ કરી રહી છે હિંદીફિલ્મ "ધ સાઈલેન્ટ એનિમી ઈન મી" - At This Time

પ્રોરીયલ પ્રોડક્શન્સ કોર્પોરેશન દ્વારા પ્રોડ્યુસ કરી રહી છે હિંદીફિલ્મ “ધ સાઈલેન્ટ એનિમી ઈન મી”


તારીખે ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ આ ખાસ ફિલ્મ રીલિઝ કરવામાં આવશે,

આ ફિલ્મ અમેરિકાના એક વ્યક્તિના જીવન ઉપર સત્યઘટના થી પ્રેરિત છે,

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક રોગમુક્ત વિષયને આવરી ને નવા ઉદાહરણ પૂરા પાડી રહી છે, આ હિન્દી ફિલ્મની યાદીમાં આ અપકમિંગ ફિલ્મ સમાજમાં પોતાનું આગવું સ્થાન જમાવવા આવી રહી છે,

ધ સાઇલન્ટ એનિમી ઈન મી..આ ફિલ્મ નું શૂટિંગ ૯૫ ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે ગુજરાતના પ્રખ્યાત ડિરેક્ટર શ્રી રામગોપાલ માલી કે જેઓ પ્રોરીયલ પ્રોડક્શન કોર્પો ગુજરાત ના હેડ તરીકે કામ કરે છે O.T.T પ્લેટફોર્મ પણ લોન્ચ કરી રહ્યા છે જેનું નામ પ્રોરીયલ છે,

આ ફિલ્મ અમેરિકાનાં કેલિફોર્નિયામા વસતા એક ટ્રુક ડ્રાઈવર પર આધારિત છે.આ હિન્દી ફિલ્મ ડાયાબિટસ થી પીડિત રોગને માત આપતી ફિલ્મ છે જેને પાચ મોટા શહેરોમાં અલગ અલગ ભાષામાં રીલિઝ કરવામાં આવશે, આ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે ચેતન દૈયા કે જેમને ખૂબ ગુજરાતી ફિલ્મો કરી છે, હર્ષિદા પંખનીયા તેમજ મિથીલેશ ચતુર્વેદી કે જેમણે બોલીવુડમાં તથા સિરિયલોમાં પણ અનેક વાર કામ કર્યું છે,

આવા દિગ્ગજ અને મોટા કલાકાર ને લઇને આવી રહી છે ધ સાઈલન્ટ એનિમી ઈન મી...

આ ફિલ્મના ડાયરેક્ટર વસંત નારકર છે કે જેમણે ૫૦ થી વધારે ફિલ્મો ડિરેકટ કરી છે, ફિલ્મમાં સંગીત કૃથાર્થ તલાવિયા નું છે, આ ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર સમવિત રોય છે, પ્રોડ્યુસર ક્લિક & સ્લિક કંટ્રોલ ઓફ ડાયાબિટીસ ( U S A )

કલાકાર :-

ચેતનભાઈ દૈયા
હર્ષિદા પંખાનીયા
મિથિલેશ ચતુર્વેદી
પિન્કી દેસાઈ
મનન ત્રિવેદી
રાજ વિઠ્ઠલપુરા
શીલા પટેલ
કુમાર પાલેજા

બાળ કલાકાર

ધ્રુમિલ સુથાર
મિત્તલ પરમાર

પ્રસ્તુત કર્તા :-

પ્રોરીયલ પ્રોડકશન કોર્પોરેશન (અમેરિકા )
ઈન આસોસિએશન વિથ પ્રોરીયલ એન્ટરટેઈન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (ઇન્ડિયા )

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon