ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ ખેતરો પાણી પાણી પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ચિંતા પાક નિષ્ફળની સરકાર સહાય આપે એવી ખેડૂતોએ કરી માંઞ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ ખેતરો પાણી પાણી પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ચિંતા પાક નિષ્ફળની સરકાર સહાય આપે એવી ખેડૂતોએ કરી માંઞ


તા:5 ગીર સોમનાથ જિલ્લાના ઞીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી હાલ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની સંભાવના દેખાઈ રહી છે આજથી થોડા દિવસ પહેલા પણ 15 થી 17 દિવસ સતત વરસાદ શરૂ હોવાથી હાલ વાવણીનો કરેલો પાક વરસાદના પાણીમાં ઞરકાવ થઇ રહ્યો છે અને ગઈકાલે બપોરે 3:00 વાગ્યાથી લઈને 4:30 કલાક સુધી ધોધમાર વરસાદ પડતાની સાથે એક થી દોઢ કલાકમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા નદી નાળા ખેતરોમાં વેણોમાં ઘોડાપુર આવ્યું હોય એ રીતે કુવાઓ છલકાઈને ખેતરોમાં પાણી વહેતા થયા હતા

જેમાં રાજ્ય સરકાર દ્વારા પાક નિષ્ફળની સહાયમાં અન્ય જિલ્લાઓ જેમ સર્વે કરીને પાક નિષ્ફળ ની સહાય આપે જેમાં અનેક જિલ્લાઓમાં વરસાદના પાણીથી થતા પાકને નુકસાનનું વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું અને ગીર સોમનાથ જિલ્લાને રાજ્ય સરકારની બેવડી નીતિથિ રાખીને પાક નિષ્ફળ સહાયમાં ગીર સોમનાથ જિલ્લાને અન્યાય થતાંની સાથે આજે અનેક ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી આજે વાવણી થઈ ઞઇ છે એમને બે મહિના ઉપર થવા છતાં સતત વરસાદ બંધ થવાનું નામ પણ લેતો નથી જેમાં આજે કોડીનાર ઊના ગીર ગઢડામાં સતત વરસાદનું આક્રમણ રહ્યું હતું સતત વરસાદ પણ રહ્યો હતો

ત્યારબાદ સીઝનના કુલ વરસાદ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો હતો જેમના લીધે અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની નોબત દેખાઈ રહી છે અને આજે એક વર્ષ ઉપર થવા છતાં પણ તાવતૈ વાવાઝોડાની હજી અનેક ખેડૂતોને સહાય પણ ચૂકવણું નથી થયું અને જે તે વખતે તાવતૈ વાવાઝોડાની થપ્પટ અનેક ખેડૂતોને પાઇમાલ કરી દિધા હતાં જેમની નુકસાની ભરપાઈ પણ હજું થઇ નથી ત્યાં આ સતત પડતા વરસાદનાં કારણે પાક નિષ્ફજાય તો અનેક ખેડૂતોની હાલત પણ ખરાબ થઈ શકે છે એવું હાલ જોવા મળી રહ્યું છે

જો રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં નહિં આવે તો અનેક ખેડૂતો પાઇમાલ તરફ જવાની પણ આશંકા દેખાઈ રહી છે અને આજે ખેડૂતનો દીકરો બિચારો બાપલીયો થઈને લાચારી પણ ભોગવી રહ્યો છે એવું પણ અનેક ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું ત્યારે ગઈકાલે સાંજના સમયે બોડીદર ઝાંઝરીયા સોનપરા વેળાકોટ અડવી કાણકીયા આલીદર ડોળાશા વિઠ્ઠલપુર જમનવાડા આદપોકાર મોરવડ જીથલા બોડવા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા હાલ અત્યારે ખેતરોમાં પાણી પણ વહેતા થયા છે

જેમાં અનેક ખેતરમાં ઊભેલો પાક સતત પાણી ભરાવાથી બળીને નિષ્ફળ જાય એવી સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર પણ દેખાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર ગીર સોમનાથ જિલ્લાના ખેતીવાડી ખેડૂતોના પાકનો સર્વે કરાવી અને પાક નિષ્ફળની સહાય આપે એવી ખેડૂતોએ માંગણી કરી છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં અનેક તાલુકામાંથી લેખિત મૌખિક માંગણી કરવા છતાં પાક નિષ્ફળ સહાયમાં રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લાને સહાય માંથી બાકાત કરી દેતા આજે ફરી ખેડૂતોએ પાક નિષ્ફળ સહાયની માંગણી કરી છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.